નાના બાળકો માટે પૌષ્ટિક ખોરાક ઘરે બનાવો : બેબીફૂડ બનાવવાની રીત

Baby

નાના બાળકો માટે પૌષ્ટિક ખોરાક ઘરે બનાવો : બેબીફૂડ બનાવવાની રીત

આજકાલ બાળકોને દૂધ ઉપરાંત બહારના રેડીમેડ બેબીફૂડ ખવડાવવાની આદત પડી ગઈ છે. બહાર જ્યારે બેબીફૂડ બનાવવામાં આવે છે ત્યારે તેના મોટાભાગના પોષકતત્ત્વો નષ્ટ થઈ જાય છે, ઘણીવાર તેમાં એવા તત્ત્વો ભેળવવામાં આવે છે જેને બાળકો ના નાજુક આંતરડા શોષી શકતા નથી.

માર્કેટ માં મળતા બેબીફૂડ થી બાળકો ની પાચન શક્તિ નબળી પડે છે

એક વાત સમજો, બેબીફૂડ માં મુખ્ય ઘટક હોય છે, એકદમ ઝીણો દળેલો ઘઉં નો લોટ જે એટલો ચીકણો હોય છે કે આંતરડામાં ચોંટી જાય છે. વળી, લોટ ને દળવા માં આવે તેના ૧-૨ અઠવાડિયામાં તે ગુણહીન થઈ જાય છે અને બેબીફૂડ તો તૈયાર થયા પછી તમારા હાથમાં આવે ત્યાંસુધી ઘણા અઠવાડિયાઓ પસાર થઈ જાય છે.

ઘરે બનાવો નાના બાળકો માટે ખોરાક

આવા હાનિકારક બેબીફૂડ ને બદલે શિશુને તાજો, પૌષ્ટિક અને સાત્વિક ખોરાક આપણે આપણાં ઘરે જ બનાવી શકીએ છીએ. ચાલો, ઘરે જ આ બેબીફૂડ બનાવવાની રીત શીખીએ. આ મિશ્રણ સ્વાદિષ્ટ છે અને પચવામાં અત્યંત હળવું છે. સાથેસાથે શારીરિક વિકાસ માટે આવશ્યક પ્રોટીન, ખનીજ અને કાર્બોહાઈડ્રેટ ઉચિત માત્રા માં ઉપલબ્ધ હોય છે.

નાના બાળકો માટે ખોરાક

સામગ્રી

  • ચોખા – ૧ વાટકી
  • મગની દાળ – ૨ ચમચી
  • ઘઉં – ૨ ચમચી
  • મીઠું – સ્વાદાનુસાર

બેબી ફૂડ બનાવવાની રીત

  • ચોખા, મગની દાળ અને ઘઉં ને સારી રીત સાફ કરીને ધોઈ લો. તેને છાંયડા માં સ્વચ્છ કપડાં પર સૂકવી દો.
  • ૫-૬ કલાક સૂકવ્યા પછી, ધીમા ગેસ પર શેકી લો.
  • પછી ત્રણેય ને મિક્સરમાં ઝીણું વાટી લો.
  • ૬ મહિના ના બાળક માટે, શરૂઆત માં અડધા કપ ગરમ પાણીમાં અડધી ચમચી આ મિશ્રણ મેળવીને તેને ૪ થી ૫ મિનિટ ઉકાળો.
  • તેની અંદર ચપટી જેટલું મીઠું અને એક ચમચી ઘી નાંખો.
  • પછી તેને એટલું ઠંડુ કરો કે બાળકની જીભ દાઝી ના જાય.
  • આ મિશ્રણ દિવસ માં બે વાર આપી શકાય છે.
  • જેમ જેમ ઉંમર વધતી જાય તેમતેમ મિશ્રણ ની માત્રા વધારતા જાઓ.
  • ૧ વર્ષ ના બાળક માટે તેમાં બાફેલું શાકભાજી (ઝીણું સમારેલું અથવા છીણેલું) અને જીરાનો પાઉડર મેળવી શકો છો.
  • દર ૭ અઠવાડિયા પછી આ મિશ્રણ તાજું બનાવવું.

Also read : ઘર ના ફર્સ્ટ એડ (First aid) બોક્સ માં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *