મધ ની પરખ કરવાની ૪ સચોટ રીતો
ભેળસેળવાળું મધ સ્વાસ્થ્ય માટે હાનિકારક
ગુજ્જુમિત્રો, આપણે બધાં જાણીએ છીએ કે મધ સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયી છે. પણ આજકાલ માર્કેટ માં અનેક પ્રકારના ભેળસેળ વાળા મધ ઉપલબ્ધ છે. જો આપણે ભેળસેળવાળું મધ નું સેવન કરીએ તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. પરંતુ આપણને પણ ધણી વખત એ ખબર નથી હોતી કે આ ઓરીજનલ મધ છે કે ડુપ્લીકેટ. તો પછી મધ ઓરીજનલ છે એ કેમ ખબર પડે? આજે આ લેખમાં હું તમને મધ ની પરખ કરવાની ૪ સચોટ રીતો જણાવી રહી છું.
મધ ની પરખ માં વડીલોનું જ્ઞાન ઉપયોગી
ઘણા લોકો પોત પોતાની રીતે મધ ઓરીજનલ છે કે ડુપ્લીકેટ એ કહેતા હોય છે. પરંતુ ગામડા ના વડીલો પાસે અને થોડો જાત અનુભવ કર્યા બાદ ખબર પડી કે ઓરીજનલ મધ ની ઓળખ કેવી રીતે કરવી. જો ઓરીજનલ મધ હશે તો નીચે આપેલા પ્રયોગ કરી જુઓ ખબર પડી જશે કે આ ઓરીજનલ મધ છે કે ખાંડ ની ચાસણી, કે કોઈ બીજુ કેમીકલ કે કાંઈ પણ. મને આશા છે કે તમને મદદરૂપ થશે.
મધ ની પરખ કરવાની ૪ સચોટ રીતો
૧. મધ અને કાગળ
મધ ને કાગળ પર થોડુ નાખો. જો ઓરીજનલ મધ હશે તો એ કાગળ પલળશે નહી. મધ કાગળ પર આમતેમ ફરશે. પરંતુ ડુપ્લીકેટ મધ હશે તો કાગળ જેમ પાણી થી પલળી જાય એમ પલળી ને તુટી જશે. આ છે પ્રથમ ટેસ્ટ.
૨. મધ અને કપડું
બીજી ટેસ્ટ છે મધ ઓરીજનલ છે એ જાણવા માટે મધ ને આપણે પહેરેલા કપડા પર નાખો . જો ઓરીજનલ મધ હશે તો એ મધ ટીપુ ટીપુ થઈ ને નીચે સુધી પડી જશે. અને ડુપ્લીકેટ મધ હશે તો એ કપડા મા સોસાઈ જશે.
૩. મધ અને ધૂળ
ઓરીજનલ મધ છે કે ડુપ્લીકેટ એ જાણવા ત્રીજી ટેસ્ટ છે થોડી ધુળ લઈ ને તેમા બે ચાર ટીપા મધ ના નાખો . જો ઓરીજનલ મધ હશે તો એ મધ ધુળ ને પોતાની આજુબાજુ મા ચોટાડી ફરવા લાગશે. અને ડુપ્લીકેટ મધ હશે તો એ ધુળ નો ગારો થઈ જશે અને એક જ જગ્યા પર ચોટી જશે.
૪. મધ અને દિવાસળી
જો ઓરીજનલ મધ હશે તો એક દિવાસળી ને મધ મા ડુબાડી ત્યાર બાદ એ દિવાસળી સળગાવશો તો ઓરીજનલ મધ મા ડુબેલી દિવાસળી સળગી જશે. પરંતુ ડુપ્લીકેટ મધ હશે તો એ દિવાસળી સળગશે નહીં.
Click here to read more useful and informative posts.