જીવન પસાર નથી થતું તમારા વિના! – ગુજરાતી શાયરી
જીવન પસાર નથી થતું તમારા વિના! – ગુજરાતી શાયરી
જે કહ્યું હતું એ શબ્દો હતા;
જે કહી ન શક્યા
એ લાગણી હતી.
પણ જે કહેવું છે;
અને કહી શકતો નથી,
તે મર્યાદા છે.
જીવન નું શું છે?
આવો અને સ્નાન કરો
અને,
સ્નાન કરીને જતાં રહો.
આ વાત પર ધ્યાન આપજો —–
ઘણા સંબંધોની ઉંમર
પાંદડા જેવી હોય છે,
આજે લીલોતરી ——-!
કાલે પાનખર ——-!
ચાલો ને આપણે
મૂળમાંથી
સંબંધો જાળવતા શીખીએ!
સંબંધો જાળવી રાખવા,
ક્યારેક અંધ,
ક્યારેય મૂંગા,
અને ક્યારેક બહેરા;
થવું જ પડે છે.
વરસાદ પડ્યો
અને કાનમાં એટલું બોલ્યો કે ——–!
ગરમી કોઈની હંમેશા રહેતી નથી.
સલાહ
ધીમા અવાજમાં
જ સારી લાગે છે
કારણ કે,
દરવાજો ખટખટાવાનો હેતુ છે ,
દરવાજો ખોલવો;
નહીં કે દરવાજો તોડવો.
ઘમંડ
કોઈનું પણ ટકતું નથી,
તૂટતા પહેલા,
ગુલ્લક ને પણ લાગે છે કે;
બધા પૈસા તેના છે.
જે વાત પર,
કોઈને સ્મિત આવી જાય;
તે વાત જ સુંદર છે.
અટકતું નથી,
જીવન હંમેશા,
કોઈના વિના.
પરંતુ,
તે પસાર પણ થતું નથી
તમારા વિના.
Also read : પતિ પત્ની ના ઝગડા વિષે ટેક્સી ડ્રાઈવર ની અણમોલ સલાહ