મગની મોગર દાળ ના પ્રોટીનયુક્ત પરોઠા બનાવવાની સરળ રીત

રસોઈ બનાવતા શીખવાડો

ગુજજુમિત્રો, આપણે બધાં મોટા ભાગે મગની મોગર દાળ ને પાલક સાથે અથવા ટામેટાં સાથે બનાવીએ છીએ. પણ બાળકો ને હમેશા દાળ નથી ભાવતી હોતી, એટલે હું આજે હું તમને મગની મોગર દાળ ના પરોઠા બનાવવાની સરળ રીત જણાવવા માગું છું. આ પરોઠા પચવામાં હળવા છે અને તેમાં પ્રોટીન ની માત્રા ભરપૂર છે.

સામગ્રી

૧.મગ ની મોગર દાળ ૨૦૦ ગ્રામ
૨.બટેટા ૨ મિડીયમ
૩. ઘઉ નો જીણો લોટ
૨ વાટકી
૪.તેલ
૫.મીઠું
૬. હળદર
૭.લાલ મરચું પાવડર
૮.ગરમ મસાલો
૯. આમચૂર પાવડર
૧૦. આદુ મરચા ની પેસ્ટ
૧૧.કોથમીર
૧૨.લીલું લસણ

મગની મોગર દાળ ના પરાઠા

રીત

  • સૌ પ્રથમ મગ ની મોગર દાળ ને ધોઈ બે કલાક પલાળી રાખવી . બટેટા જીણા સમારી લેવા.
  • બે કલાક પછી પૅનમાં વઘાર કરવા બે ટેબલસ્પૂન તેલ મૂકવું.તેમાં રાઈ અને હિંગ નો વઘાર કરી દાળ અને બટેટા વઘારવા .જરૂર મુજબ મીઠું,હળદર, અને પાણી નાખી મિડીયમ આંચ પર ચડવા દેવું .
  • પૅન ઢાંકી ને રાખવું તથા થોડી થોડી વારે હલાવતા રહેવું.ચડી જાય એટલે તેમાં બધો મસાલો નાખી ,બરાબર હલાવી ઠંડુ થવા દેવું.પછી થોડીવાર ફ્રીઝ માં મૂકવું.
  • ઘઉ ના લોટ ને રોટલી ના લોટ જેમ બાંધવો .ત્યારબાદ તેના લુવા કરી આલુ પરોઠા ની જેમ સ્ટફ પરોઠા વણી ને એક તવી પર બંને બાજુ તેલ મૂકી શેકી લેવા.
  • ગ્રીન ચટણી,લસણ ની ચટણી,સોસ,દહીં સાથે સર્વ કરો .

નોંધ

(૧) પરોઠા ને બદલે કચોરી પણ કરી શકાય .
(૨) ફણસી ,ડુંગળી,બટેટા ને સાંતળી ને ફણસી ના સ્ટફ પરાઠા પણ બનાવી શકાય .

Also read : શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *