બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ!

ગ્રહો અને નક્ષત્રોની ખરાબ દશા થી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય

બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ!

ગુજજુમિત્રો, આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે “બારેય મેઘ ખાંગા થયા” પણ શું તમને ખબર છે કે તેનો સાચો અર્થ શું છે? હા, જ્યારે ખૂબ જ વરસાદ પડે છે ત્યારે વપરાતા આ શબ્દો નો સાચો અર્થ બહુ જ રસપ્રદ છે. ચાલો સાથે વાંચીએ!

તમે જાણતા જ હશો કે ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે :

૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી

બારેય મેઘ ખાંગા થયા

૧. ફરફર
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

૨. છાંટા
ફરફર થી થોડો વધારે વરસાદ

૩. ફોરા
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

૪. કરા
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

૫. પછેડીવા
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

૬. નેવાધાર
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

૭. મોલમેહ
મોલ – પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

heavy rain

૮. અનરાધાર
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

૯. મુશળધાર
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ – સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

૧૦. ઢેફાં
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

padma

૧૧. પાણ મેહ
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

૧૨. હેલી
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.

Also read: સ્ટર ફ્રાઈ વેજીટેબલ – શાકભાજીનો બુસ્ટર ડોઝ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *