૬ સાદા નિયમોનું પાલન કરીને દાંતના દુખાવા થી બચો : ઓરલ હેલ્થ મંત્ર
૬ સરળ નિયમોનું પાલન કરો અને દાંતના દુખાવા થી બચો : ઓરલ હેલ્થ મંત્ર
દાંત ને સ્વસ્થ રાખવા માટે જીવનભર સજગતાથી પ્રયત્ન કરવો પડે છે. ભલે તમને કોઈ કહે કે તમારા દાંત સારા છે, તોપણ એ અત્યંત જરૂરી છે કે તમે તેની કાળજી લેવા માટે દરરોજ પ્રયત્ન કરો, દરરોજ તેનું ધ્યાન રાખો જેથી દાંત ખરાબ ના થાય. આ પ્રયત્ન માં સમાવેશ થાય છે સારી ટેવ નો અને દાંત નું ધ્યાન રાખવા માટે સારી oral care નો. તેથી અહીં બતાવેલા ઓરલ હેલ્થ ૬ સરળ નિયમોનું પાલન કરો અને દાંતના દુખાવા થી બચો.
૧. દિવસ માં બે વાર બ્રશ કરો
આ સર્વ સામાન્ય તથ્ય છે કે દિવસ માં બે વાર બ્રશ કરવું જરૂરી છે. પણ ક્યારે? સવારે ઊઠીને સૌથી પહેલા અને રાત્રે સૂતા પહેલા. અમુક લોકો ને આદત હોય છે કે બ્રશ કર્યા વિના જ ચા નાસ્તો કરવાની પણ આ તદ્દન ખોટી આદત છે અને તેને તાત્કાલિક સુધારવી જરૂરી છે. બીજી વાત, મોટા ભાગ ના લોકો રાત્રે બ્રશ નથી કરતાં. તેઓ જાણતા નથી કે રાત્રે જ કીટાણુ ઓ વધારે સક્રિય હોય છે અને દાંત માં સડો કરતાં હોય છે. જ્યારે તમે રાત્રે બ્રશ કરો છો ત્યારે આખા દિવસ દરમ્યા જે પણ ખાધું છે તેનાથી જે કીટાણુ ઉત્પન્ન થાય છે, જે સડો થાય છે તે દૂર થઈ જાય છે અને રાત્રે તમે સૂતા હોવ ત્યારે અનેકગણા નથી થતાં. આનાથી મોંઢા ની દુર્ગંધ પણ દૂર થાય છે.
૨. તમારી જીભ ની અવગણના ન કરો
કીટાણુઓ તમારી જીભ પર પણ જામે છે. જેને કારણે તમારા મોંઢા માંથી દુર્ગંધ આવે છે અને દાંત ની બીજી તકલીફો પણ થાય છે. સવારે બ્રશ કરો ત્યારે ટંગ ક્લીનર અથવા ઓલિયું લઈને ત્રણ વાર ધીરે થી જીભ ને સાફ કરો.
૩. શું તમારા ટૂથપેસ્ટ માં ફ્લોરાઈડ છે?
જ્યારે તમે ટૂથપેસ્ટ ખરીદો તો તેમાં whitening power અને ફ્લેવર ને કારણે ન લો. ટીવી પર જાહેરાતો અને તમારા ફેવરીટ હીરો હીરોઈન ના કેહવાને કારણે ન લો. પણ એ જુઓ કે તેમાં ફ્લોરાઈડ છે કે નહીં. ફ્લોરાઈડ દાંત ના આરોગ્ય ને જાળવી રાખવા માટે ઘણો મોટો ભાગ ભજવે છે.
૪. ફલોસિંગ ના મહત્ત્વ ને સમજો
આપણે બધાં બ્રશ કરવા ના મહત્ત્વ ને જાણીએ છીએ પણ ફલોસ કરવાનું ધ્યાન નથી રાખતા. ફલોસ માત્ર બે દાંત વચ્ચે ફસાયેલા ખોરાક ના કાનો ને કાઢવા માટે મદદ નથી કરતું પણ તે ખરેખર તમારા પેઢાં ને મજબૂત રાખે છે, બે દાંત વચ્ચે સડો અટકાવે છે અને એ ભાગ માં સોજો થવાની સંભાવના ને ઓછી કરે છે.
૫. ઓરલ હેલ્થ માટે વધારે પાણી પીવો
આજ ની તારીખ માં, પાણી ને સર્વશ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. દાંત ના ડોકટરો પર આવું ભારપૂર્વક કહે છે. અમુક નિયમો યાદ રાખો : ભોજન કર્યા પછી અચૂકપણે પાણી પીવો. આનાથી તમારા મોંઢા માં ચીકણા કે એસીડીક ખોરાક ની આડ અસર ને દૂર કરવામાં મદદ મળે છે. જેને લાળ ઓછી થતી હોય તે લોકોએ ઘૂંટડો ઘૂંટડો પાણી પીતા રહેવું જોઈએ.
૬. ગળી અને ખાટી વસ્તુને મર્યાદામાં ખાઓ
ગળી વસ્તુ નું વિઘટન થઈને અંતે તે એસિડ બને છે. આ એસિડ તમારા દાંત ના રક્ષાકવચ એટલે કે એનામેલ ને ક્ષીણ કરે છે. આ એસિડ ને કારણે જ સડો થાય છે અને દાંત કાળા પડવા લાગે છે. સોડા , ચા અને કોફીનું પણ અતિશય સેવન કરવા માં આવે, તો આ એનામેલ ને નુકસાન પહોંચે છે. તેથી યોગ્ય ઓરલ હેલ્થ જાળવો અને દાંતના દુખાવા થી દૂર રહો. જો કે હું એવું નથી કહી રહી કે આ વસ્તુઓ ને સંપૂર્ણપણે છોડી દો , પણ હા તેનું સેવન મર્યાદા માં કરો તો બહુ સારું.
Also read : માથાના વાળ થી પગ સુધીની તમામ નસો ખોલો – સસ્તો ઘરેલુ ઉપચાર