ધ્યાનમાં રાખો આ ૬ બાબતો જે ચોક્કસપણે પાચનક્રિયા સુધારે છે
ધ્યાનમાં રાખો આ ૫ બાબતો જે ચોક્કસપણે પાચનક્રિયા સુધારે છે
કહેવાય છે કે શિયાળા માં ખાધેલું આખું વર્ષ ગુણ કરે છે. પણ એ વાત ન ભૂલતા કે જે લોકોને ખાવાનો શોખ હોય છે તેમણે પોતાને પાચનક્રિયા સુધારે એવી બાબતો નું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. જો તમે સતત વધારા પડતું ખાતા રહેશો તો પાચનતંત્ર નબળું થઈ જશે અને લાંબા ગાળા સુધી હેરાન થતાં રહેશો. યાદ રાખો કે ખરાબ પેટ બીમારી નું ઘર છે. આવો આજે આ લેખમાં તમારી સાથે શેર કરું કે પાચનક્રિયા સુધારે એવા ૬ પરિબળો કયા કયા છે.
તમને કેવી રીતે ખબર પડશે કે તમારી પાચનક્રિયા કેવી છે?
️
આપણે શક્તિ મેળવવા માટે ભોજન કરીએ છીએ પણ જો જમ્યા પછી તમને તાકાત નહીં, પણ થાક નો અનુભવ થાય, જો તમારા શરીરમાં સ્ફૂર્તિ ને બદલે સુસ્તી નો અનુભવ થાય તો સમજી લેજો કે તમારુ પાચનતંત્ર મુશ્કેલીમાં પડી જાય એવું ભોજન તમે ખાધું છે. તમને સૂઈ જવાનું મન થાય મતલબ કે તમારે પાચનક્રિયા સુધારે એવું ભોજન ખાવાની જરૂર છે.
️
કોઈ એવો નિયમ નથી જે બધા પર લાગુ થાય. એના માટે તો ન્યૂટ્રિશન નિષ્ણાત પાસે જવું પડશે, પણ હા, હું આ લેખમાં એવી બાબતો જણાવીશ જે અચૂક છે, સર્વસામાન્ય છે અને જેનું કોઈ નુકસાન નથી. મને વિશ્વાસ છે કે જો તમે આ બાબતો નું ધ્યાન રાખશો તો તમારી પાચનક્રિયા જરૂર થી મજબૂત થશે.
૧) ગળપણ માપસર ખાઓ
ગળ્યું ખાવાનો શોખ તો ગુજરાતી ના લોહીમાં દોડે છે. એટલે હું તેને સદંતર ના ખાવાનું નહીં કહું પણ તેને માપસર ખાવાનું ધ્યાન રાખો. મોટાભાગે તમે જોયું હશે કે જ્યારે તમે હદ થી વધારે મીઠાઈ ખાઓ છો તેના બીજા જ દિવસે પેટ માં અપચો જેવુ લાગે છે અથવા શરીરમાં અકળામણ થાય છે કારણકે ગળપણ ને પચાવવા માટે પાચનતંત્ર ને વધારે મહેનત લાગે છે.
૨) રોજ સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવો
દરરોજ સવારે જાગો ત્યારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીને દિવસની શરૂઆત કરો. આખી રાત, શરીર માં પાણીની અતિશય કમી થઈ જાય છે. સૂતી વખતે તમે જે પાણી ન પીધું તેની કમી તમારે સવારે ઊઠીને જ પૂરી કરવી જોઈએ. સવારે ઊઠીને પાણી પીવાથી શરીરમાં ભેગા થયેલા ઝેરી તત્ત્વો dilute થઈ જાય છે, તે પાણી માં ભળીને કિડની દ્વારા શરીર ની બહાર ફેંકાઈ જાય છે.
૩) બે ભોજન વચ્ચે અંતરાલ
બે ભોજન વચ્ચે ચાર કલાક નો અંતરાલ ચોક્કસ રાખો. ભલે કાઈપણ થઈ જાય પરંતુ ચાર કલાક સુધી પાણી સિવાય કઈ જ ના લો. આનાથી પાચનતંત્ર તમારા ભોજનને સારી રીતે પચાવી શકશે. વળી, એ પણ ધ્યાન રાખો કે દિવસ માં એકવાર ૧૨ કલાક “ભૂખ નો અંતરાલ” રાખો. એટલે કે તમારા રાત ના ભોજન અને સવાર ના નાસ્તા વચ્ચે ૧૨ કલાક નો ફરક હોવો જોઈએ અને એ દરમ્યાન પણ પાણી સિવાય કઈ ન લો. આમાં કરવાથી ભોજન સારી રીતે પચી જશે અને અપચાથી થતાં રોગ જેમ કે કબજિયાત, અપચો, ગેસ, એસીડીટી, પેટ નો દુખાવો વગેરે નહીં થાય.
૪) ભોજન સાથે ચા કોફી ના લો
ભોજન ની સાથે ચા કે કોફી ક્યારેય ના લો કારણકે ભોજન માં રહેલા ખનીજતત્ત્વો નો લાભ નથી મળતો. આવું કેમ? મિત્રો, ચા અને કોફી માં રહેલા tannins અને caffeine આ ખનીજતત્ત્વો એટલેકે મિનરલ સાથે જોડાઈને તેને અપાચ્ય કરી દે છે. જોકે જમવા સાથે ચા કોફી લેવાની આદત વિદેશોમાં જોવા મળે છે પણ આજની યુવાપેઢી આંધળાકિયું વર્તન કરીને હોસ્ટેલ માં આવું કરવા લાગી છે.
૫) છાશનું સેવન ફાયદાકારક
છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે અને એને ચોક્કસ થી પીવી જોઈએ. છાશ પીવાના ફાયદા જાણવા માટે અહીં ક્લીક કરો. છાશ પીવાના આયુર્વેદિક ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો અને હા, ભોજન નું પાચન સારી રીતે થાય તે માટે ભોજન કરતાં કરતાં પાણી ના પીવો.
૬) ભોજનમાં પ્રોટીન અને ફાઈબર નું પ્રમાણ
તમારા ભોજન માં પ્રોટીનનું પ્રમાણ વધારો કારણકે પ્રોટીન ખાવાથી તમને વારંવાર ભૂખ નહી લાગે. દરેક પ્રકારની દાળ, છોલે, ચણા, ચણાનો લોટ માં પ્રોટીન ની માત્રા ખૂબ જ હોય છે. સાથેસાથે તમે રેસાવાળા શાકભાજી અને ફળો નું પણ સેવન કરો કારણકે રેસાયુક્ત ભોજન તમારી પાચનક્રિયા ને સુધારે છે.
ગુજજુમિત્રો, મને આશા છે કે આ લેખ તમને મદદરૂપ નીવડશે. કમેંટ કરીને ચોક્કસ જણાવજો કે તમને આ લેખ કેવો લાગ્યો?
Also read : અજમો – અનેક રોગનો એક ઈલાજ!