ચાલો જીવનના સમયનો પૂરો ફાયદો ઉઠાવીએ

લાંબુ આયુષ્ય માટે

ચાલો જીવનના સમયનો પૂરો ફાયદો ઉઠાવીએ

ચાલો, આપણે જે સમય બચ્યો છે, તેનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ.

ચાલો,‌ આપણે ગમતી પ્રવૃત્તિઓ શોધવાનું બંધ ન કરીએ. 

ચાલો, આપણાં જીવનમાં રંગ ભરીએ. 

ચાલો, જીવનની નાની નાની વસ્તુઓ પર સ્મિત કરીએ, જે આપણાં હૃદયને શાતા આપે છે.

ખુબ મોડું થઇ ગયું છે છતાં, આપણે બાકી રહેલો સમય સારી રીતે માણવો જ જોઈએ.


ચાલો “પછી” ને દૂર કરવાનો પ્રયાસ કરીએ. 
હું તે પછી કરીશ …
હું પછી કહીશ …
હું તે પછી તેના વિશે વિચાર કરીશ …
આપણે ‘પછી’ માટે બધું છોડીએ છીએ, જાણે “પછી” આપણું જ રહેવાનું હોય.

સમયસર ઊંઘ લેવી જરૂરી


કારણ કે આપણે સમજી શકતાં નથી કે:
પછી, કોફી ઠંડી થઇ જશે…
પછી, પ્રાયોરિટી બદલાઈ જશે …
પછી, એનો મોહ નહિ રહે …
પછી, આરોગ્ય કથળશે …
પછી, બાળકો મોટા થશે …
પછી, માતાપિતા વૃદ્ધ થાય છે …
પછી, વચનો ભૂલી જવાય છે …
પછી, દિવસ રાત થઇ જાય છે …
પછી, જીવન સમાપ્ત થઈ જાય છે …

અને તે પછી,લાગે છે કે,

ઘણું મોડું થઇ ગયું …. 

તેથી …’પછી’ માટે કાંઈ છોડશો નહીં …

કારણ કે,હંમેશા પછીની પ્રતીક્ષામાં, આપણે શ્રેષ્ઠ ક્ષણો ગુમાવી દઈએ છીએ,

શ્રેષ્ઠ અનુભવો,ગાઢ મિત્રો,શ્રેષ્ઠ કુટુંબ …

જે દિવસ છે તે આજે જ છે.

જે ક્ષણ છે તે આ જ ક્ષણ છે.

હવે તે ઉંમર નથી કે જે આપણે તરત કરવાનું છે, તે આવતી કાલ સુધી મુલતવી રાખીએ. ચાલો જીવનના સમયનો પૂરો ફાયદો ઉઠાવીએ

Also note : લોહીની સગાઈ કે માણસાઈ? : અમદાવાદ હોસ્પિટલમાં બનેલી સત્યઘટના

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *