શરીર અને મન ની બીમારી

શરીર અને મન ની બીમારી

શરીર અને મન ની બીમારી

ૠતુ ફરે અટલે
શરદી ઊધરસ તાવ
આવે તે સામાન્ય છે
શરીર માટે તે અપડેટ છે

પૃથ્વી પર કોઇ એવુ
વ્યકતી ના હોય જે
સામાન્ય બીમાર ન
પડ્યુ હોય

પણ મન ની
બીમારી અલગ છે
કોઈ પણ વાત ને
સતત વિચારવા થી

મન ના કારણે શરીર
બીમાર થઇ શકે છે
વિચારો ની ઉર્જા
શરીર અને મન
ને ગતિ આપે છે

શરીર માટે ભોજન
સમ્યક લેવા થી શરીર
સ્વસ્થ રહે છે
મન ને પણ સમ્યક
ભોજન આપવું

કામ ,ક્રોધ ,લોભ ,
મોહ ,ભય
મન ના ભોજન થી
દુર રહી શકાય
તેટલું દુર રહેવું

આપણુ મનુષ્ય શરીર
બે ચાર વર્ષ નથી બનેલ
કરોડો વર્ષો ના અપડેટ
પછી બનેલુ છે

આપણા શરીર માં
70 % પાણી છે
પાણી શરીર
માટે અમૃત છે

દવા ની શોધ તો
100 વર્ષ પહેલા થઇ
એક એક શરીર નો કોસ
દરેક વાયરસ ને ઓળખે છે

શરીર ને શાંતિ થી
આરામ આપો
બાકી નુ બધું કામ
શરીર ઓટોમેટીક કરે છે

આપણું શરીર આખા
બ્રહ્માંડનું અદભુત મશીન છે
મન સ્વયં માં ર રાખો
અને આરામ કરો

જે જીવન મળેલ છે
તે આનંદ થી માણો
પૃથ્વી ઉપર આપણે
બધા એક યાત્રી છીએ

કાયમી વીઝા કોઇ ને
મળ્યા નથી
એક યાત્રી તરીકે આનંદિત
જીવન જીવી નીકળી
જવાનું નક્કી જ છે.

કાવ્ય સરિતા વિભાગ ની મુલાકાત અવશ્ય લેજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *