વીતી ગયેલા દિવસો…

સમય પહેલાં સમેટી લો

વીતી ગયેલા દિવસો હવે
યાદ નથી કરવા…..
બાકી રહેલા દિવસો હવે
બરબાદ નથી કરવા.

શું મળ્યું અને શું ગુમાવ્યું
જીવનમાં….
જવા દોને યાર હવે કોઇ
હિસાબ નથી કરવા.

ફરિયાદ આપણે શું કરીએ
ઇશ્વરના દરબારમાં…..
ઇશ્વરને પણ ફરિયાદ છે
આપણા વ્યવહારમાં.

આજનો જીવનમંત્ર :
વેન્ટિલેટર કરતાં,
માસ્ક પહેરવું સારું,

આઈ.સી.યુ.માં
રહેવા કરતાં
ઘરમાં રહેવું સારું,

અને જીંદગીથી
હાથ ધોવા કરતાં
સાબુથી હાથ ધોવા
સારા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *