વાંક મારો હતો કે તારો, એ ભુલતા થઇએ!

સાસુ અને વહુ

વાંક મારો હતો કે તારો, એ ભુલતા થઇએ!

વિતેલા દિવસો પાછા નહીં આવે,
સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ…!

માત્ર “આજ” આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ…!

નમીએ, ખમીએ,
એક બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
“તમે ફિકર ના કરો અમે છઈએ,”

આજે એક નવો જ સંકલ્પ લઈએ,
“એક બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,”
ચાલો થોડું માણસ-માણસ રમીએ…!!

વિતેલા દિવસો પાછા નહીં આવે,
સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ…!

વિતેલા દિવસો પાછા નહીં આવે,
સમય ની કિંમત સમજતાં થઇએ..!
એકબીજા નો વાંક ભુલતા થઇએ!

Read more poems here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *