અનાથ છોકરો લિપ્ટન ચા નો માલિક કેવી રીતે બન્યો? – પ્રેરક સત્ય ઘટના

Lipton

અનાથ છોકરો લિપ્ટન ચા નો માલિક કેવી રીતે બન્યો? – પ્રેરક સત્ય ઘટના

આળસથી ગરીબીનું ઘર દૂર નથી, એ જો સત્ય છે તો મહેનતથી અમીરીનું ઘર દૂર નથી, એ પણ સત્ય છે. માણસ દિલ દઈને જો મહેનત કરે તો કુદરત એની પર રહેમત કરે જ કરે. ઘણીવાર માણસ ફરિયાદ કરે છે, “આટલી મહેનત કરી તો’ય કંઈ વળ્યુ નહિં.” એ ફરિયાદ અધૂરો કૂવો ખોદયા જેવી છે. પૂરતું ખોદો જ નહિં, તો પાણી ક્યાંથી મળે?

તર્ક ને દલીલોને છોડો, થોડાક દોડો. સફળતાનો દડો પ્રત્યેક પગલે પાસે ને પાસે આવે છે. એક નાનકડી કથા કામ લાગે તેવી છે. આ કથા એક પ્રેરક સત્ય ઘટના છે. વાંચો.

પ્રેરક સત્ય ઘટના

સાવ અનાથ છોકરો. ચીંથરેહાલ એના દેદાર. નો’તા એને ઘરબાર, છતા એ માયુસ નો’તો. એનો ચહેરો નંખાઈ નો’તો ગયો. એ હિંમત ને હોંશથી છલોછલ હતો. છૂટીછવાઈ મજૂરી કરી કરીને પેટીયું રળી લેતો. એ કંટાળતો નો’તો. પણ.. એના અરમાન ઊંચા હતા.

જહાજ પર નોકરી

એકવાર એ દરિયા કિનારે જઈ ચઢ્યો. એક જહાજ ન્યુયોર્ક જઈ રહ્યું હતું. એણે Request કરી, “Please! મને Service આપો.” જહાજ પર એને નોકરી મળી ગઈ. એણે દિલ દઈને કામ કરીને અઘિકારીઓનું દિલ જીતી લીધું. જહાજના અધિકારીઓના એની પર ચાર હાથ!

એને મોજ પડી ગઈ. દરિયાલાલની લહેરો એને રોમાંચિત કરી જતી. થોડાક સમયે જહાજ ન્યુયોર્ક બંદરે લાંગર્યું-પહોંચ્યું. બધા શહેરમાં ફરવા ગયા. આ છોકરો આખા ન્યૂયોર્કમાં ફર્યો. એને લાગ્યું કે, આ શહેરમાં જો રહેવાનું મળી જાય તો મજા પડી જાય!

પ્રેરક સત્ય ઘટના

ન્યૂયોર્ક માં નોકરી

પણ.. અજાણ્યું નગર ને પાછો વેશ લઘરવઘર ને કોઈની ઓળખાણ વગર કોણ રાખે? પણ.. એ મહેનતકશ હતો. એ ચારેબાજુ ફર્યો ને એક Hotel પાસે આવીને અટક્યો. એણે જોયું કે, આ Hotelમાં અવરજવર નથી. એ Hotelના Managerને મળ્યો ને કહ્યું, “Sir! મને નોકરીમાં રાખશો?” મેનેજરે ઘૂરકીને એની સામે જોયું. “Sir! Please મને Service આપો.”

Manager એકદમ ગરમ થઈ ગયો ને કહ્યું, “જરૂર નથી.” “Sir! મારે નોકરીની ખૂબ જરૂર છે.” “મારે કોઈ માણસની જરૂર નથી, તું ચાલ્યો જા.” “Sir! Please એક વખત મને રાખો.” હવે Managerનો પિત્તો ફાટ્યો ને એ બોલ્યા, “તું જાય છે કે નહિં? કે પછી.. એક તો અહિં કોઈ ગ્રાહક ફરકતું નથી અને તું મગજમારી કરવા આવ્યો છે. જા ચાલ્યો જા, અહીં નથી નોકરી.” મેનેજરે કડવાશથી ને જોરથી કહ્યું.

“Sir! મને એક Chance આપો. હું આજે ગ્રાહકો લઈને આવું તો જ મને Service રાખજો, નહિં તો નહિં.” ને.. Manager કંઈ બોલે એ પહેલા તો એ છોકરો Hotelના ખૂણે સામાન મૂકીને દોડી ગયો. Manager વિચારમાં પડી ગયો કે, અજબ છે આ છોકરો!

આ બાજુ ધગશ, લગન ને Confidenceથી છલકાતો એ સીધ્ધો જ ન્યૂયોર્ક બંદર પહોંચી ગયો. એના નસીબજોગે એ જ સમયે બંદરે જહાજ આવ્યું. ને એમાંથી સહેલાણીઓ ઉતરવા લાગ્યા. આ છોકરો દોડીને જહાજની નજીક પહોંચી ગયો.

હોટેલ ના ધંધા માં નફો કરાવી આપ્યો

ઉતરતા સહેલાણીઓને એણે ઉતરવામાં Help કરી. ને પછી બધાને નમ્રતા સાથે કહ્યું, “આપ બધા ન્યૂયોર્ક બંદરે પધાર્યા, આપ સૌનું સ્વાગત છે. અમારી Hotel એટલી સરસ છે કે આપને કોઈ જાતનું Disturbance નહિં. ને ક્યાંય જવું હોય તો લાંબુ Distance નહિં.”

ને.. એણે મુસાફરોને સામાન ઉપાડવામાં મદદ કરી. બધા જ સહેલાણીઓ આ છોકરાના વ્યવહારથી ને Hotelના વખાણથી ને વાતોથી પ્રભાવિત બની ગયા. 40/50 સહેલાણીઓને લઈને એ Hotel પર આવ્યો. ને Managerને કહ્યું, “Sir! આપણી Hotelમાં એમને રૂમો આપવાની છે.”

Manager તો આભો બની ગયો. એને તો આ સપના જેવુ લાગ્યું. કોઈ રડ્યો ખડ્યો ક્યાંય જગ્યા ન મળે તે છેલ્લે અહિં આવે ને આજે આટલા બધા એક સાથે! એણે બધાને રૂમો આપી. Hotelના વ્યવહારથી બધા ખુશ હતા.

lipton tea

યાદ રહે : વ્યવહાર એ એવો મસાલો છે જે બધાને સ્વાદિષ્ટ બનાવી દે. મીઠાઈ કરતા મીઠા વચનો સંબંધોને વધુ મીઠા બનાવી જાય છે.

લિપ્ટન ચા નો માલિક

પછી તો એવું બન્યું કે આ ચીંથરેહાલ છોકરો Hotelને માલામાલ બનાવી ગયો. અને આ મહેનતુ કિશોર એની ધગશ, એની વાણી ને વિવેકથી ને અદમ્ય ઉત્સાહથી દુનિયામાં એવો છવાયો કે એ નથી તો’ય એનું નામ સવાર સવારના લોકોના મોઢે છે, એટલે કે Thomas Lipton! Lipton ચાનો ઉત્પાદક!

કથા તો પૂરી કરીએ. પણ.. યાદ રાખવું કે ઉદ્યમ માણસનો ઉદય કરે છે. પણ.. થાક્યા વગર ,કંટાળ્યા વગર એણે લાગી રહેવું જરૂરી છે. અધૂરા કામો છોડી દેનારો નામ અને દામ બંન્નેથી વંચિત રહે છે. ચાલો, એક નિર્ણય કરો ને મચી પડો, મંડી પડો ને સફળતાના શિખરો ચઢો.

✍🏻 જૈનાચાર્ય પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ

Also read : સુખ દુઃખ માં અડગ રહે છે પતિ પત્ની નો પ્રેમ થી ઓતપ્રોત સંબંધ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *