ફણગાવેલા મગ ના ૧૦ અચૂક અને ઉપયોગી ફાયદા

શરીર ઉતારવા માટે

ફણગાવેલા મગ ના ૧૦ અચૂક અને ઉપયોગી ફાયદા

ગુજ્જુમિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મગ પાચનમાં હળવા અને પ્રોટીનથી ભરપૂર હોય છે. પણ શું તમે જાણો છો કે જો આ જ માંગ ને ફણગાવવા માં આવે તો તેના પોષકતત્ત્વો અનેકગણા થઈ જાય છે? આ લેખમાં હું તમને ટૂંકમાં ફણગાવેલા મગ ના ૧૦ ફાયદા જણાવવા માગું છું. મને આશા છે કે તમને મદદરૂપ થશે.

૧. વજન : આમાં કેલરી ઓછી માત્રામાં હોય છે જેથી તેને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

૨. ડાયાબિટીસ : ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં બ્લડ સુગર નું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. જેને કારણે ડાયાબીટીસ અને તેને લગતા રોગ નું જોખમ ટાળી શકાય છે.

૩. કેન્સર : ફણગાવેલા મગમાં પોલિફિનોલ્સ હોય છે. જે કેન્સર સામે રક્ષણ આપે છે.

Joint Pain

૪. સંધિવા : ફણગાવેલા મગ માં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે સંધિવા એટલે કે આર્થેરાઇટિસ ની અસર ને ઓછી કરવામાં મદદ કરે છે.

૫. રોગ પ્રતિકારક શક્તિ : ફણગાવેલા માંગ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે જેને કારણે બધી બીમારીઓ થી લડવાની ક્ષમતા વધે છે.

૬. ત્વચા : ફણગાવેલા મગ ખાવાથી શરીર ના ઝેરી તત્ત્વો બહાર ફેંકાઈ જાય છે અને ત્વચા માં નિખાર આવે છે.

૭. પાચન શક્તિ : ફણગાવેલા મગમાં પુષ્કળ પ્રમાણ માં ફાઈબર હોવાથી તમારી પાચન શક્તિ માં સુધારો થાય છે અને કબજિયાત ની સમસ્યા હંમેશા માટે દૂર થાય છે.

sprout mung bean

૮. માંસપેશીઓ : આમાં ખૂબ જ પ્રોટીન હોવાથી શરીરમાં મસલ્સ એટલે કે માંસપેશી નો વિકાસ થાય છે. અને શરીર મજબૂત બને છે.

૯. અશક્તિ : ખૂબ જ વિટામિન હોવાને કારણે આમાં શરીરની અશક્તિ દૂર કરવાની ક્ષમતા છે. લાંબી બીમારી થી જો શરીર માં અશક્તિ લાગતી હોય તો ફણગાવેલા મગ રોજ ખાઓ.

૧૦. એન્ટિ ઓક્સિડન્ટ : આમાં પુષ્કળ એન્ટિ ઓક્સિડન્ટ હોવાને કારણે વાળ કાળા અને લાંબા રાખવા માં મદદ કરે છે.

Also read : વાળ ખરતા અટકાવવા માટે સસ્તો પણ અકસીર ઘરેલુ ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *