બરફનો ટુકડો હોય તો શું ચિંતા?!!
આપણાં ફ્રીજમાં પડેલો બરફનો ટુકડો માત્ર શરબતમાં કામ આવે છે, એવું નથી. આ સાધારણ વસ્તુ જેને હંમેશાં આપણે ઉનાળામાં જ ઉપયોગી માનીએ છીએ, તે હકીકતમાં તો પ્રાથમિક સારવાર કરવાનું એક અગત્યનું સાધન છે. આ લેખમાં તમને તેના ઘણા બધા લાભ વાંચવા મળશે.
કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટુકડો રાખો ! દવા કડવી નહિ લાગે !
માથું દુ:ખતું હોય તો, બરફના ટુકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!
શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટુકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !
હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો. કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !
શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !
નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !
ઉલટી થતી હોય તો, બરફનો ટુકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !
પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફ ઘસવાથી આરામ થશે !
વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે!
આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !
ગળાની અંદર ખરાશ આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટુકડો ઘસવાથી ખરાશ દૂર થશે !
દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઊંડા નહિ થાય !
ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગ મચકોડાઈ ગયો હોય તો ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !
અદ્ભુત !!!
Whoa!! Awesome!!!