નિખાલસતાથી સંબંધને મજબૂત કરો : સસરા અને વહુ ની વાર્તા
નિખાલસતાથી વાત કરીને સંબંધને મજબૂત કરો : સસરા અને વહુ ની વાર્તા
આજે બેઠક રૂમ માં અમે પપ્પા ની વાતો સાંભળી રહ્યા હતા…. પ્રથમ અમારા ઘર માં પપ્પા કોવિડ ના પેશન્ટ બન્યા..પણ પ્રભુ કૃપા થી તેઓ હોસ્પિટલે થી ઘરે સહીસલામત આવી ગયા…
થોડો સમય પછી મારી પત્ની સુધા કોવિડ પોઝીટીવ બની.. તેનો.કેસ..પપ્પા કરતા થોડો વધારે ક્રિટિકલ હોવા છતાં.. પ્રભુ કૃપા થી સુધા પણ સહીસલામત ઘરે પાછી આવી ગઈ…
આજે અમે બેઠક રૂમ માં બેઠા હતા ત્યારે પપ્પા એ અચાનક મારી.પત્ની સુધા ના માથે હાથ ફેરવી કીધું બેટા હવે તને કેમ લાગે છે…?
સુધા…ની આંખ પાણી થી ભરાઈ આવી..તે સોફા ઉપર થી મારા પપ્પા ના પગ પાસે બેસી ગઈ અને બોલી .પપ્પા તમારા આશીર્વાદ થી સારું છે…..કન્યા વિદાય વખતે મારા પપ્પા એ મારા માથે હાથ ફેરવ્યો હતો એજ લાગણી નો અનુભવ મને વર્ષો પછી આજે કેમ થયો…..આટલું બોલી..સુધા મારા પપ્પા ના પગ ઉપર માથું રાખી રડી પડી…
પપ્પા બોલ્યા..બેટા દવા અને દુવા અસર ત્યારે જ કરે જ્યારે તેમાં આપણે સંપૂર્ણ વિશ્વાસ મુકિયે…
દુનિયા સ્વાર્થી છે…તેના માં ધીરજ નથી..ઈચ્છાઓ પુરી ન થાય તો ભગવાન અને મંદિર પણ બદલી નાખે, ..આવા સમાજ પાસે આપણે શું વધારે અપેક્ષા રાખવાની.
બેટા મેં ડાકોર માં બેઠેલા રણછોડજી ને કીધું હતું…મારી દિકરા જેવી વહુ ને સારું કરી દે..આ હોળી ઉપર હું ચાલતો ડાકોર આવી તારા ચરણ માં માથું ઝુકાવી જઈશ… મારી.પ્રાથના તેણે સાંભળી…આ હોળી ઉપર મારુ પાક્કું હાલતા ડાકોર જવાનું..
“પણ પપ્પા આ ઉમ્મરે તમારે ચાલતા જવું આકરું નહિ પડે ?” સુધા બોલી…
“અરે બેટા… કંઈ નહીં થાય…. આપણી શ્રદ્ધા પ્રમાણે તાકાત મળતી જ રહે છે…”
હું પપ્પા અને સુધા નો, એટલે કે સસરા અને વહુ નો વાર્તાલાપ શાંતિ થી સાંભળી રહ્યો હતો…..મમ્મી વગર ના ઘર ને સુધા એ સુંદર રીતે સંભાળી લીધુ હતું….પણ પપ્પા નો અમુક રીત નો કડક સ્વભાવ… સુધા ને નડતો પણ હતો..એ હું જાણતો હતો…
સુધા બોલી..”પપ્પા… કહેવાય છે. નિર્મળ હૃદયે કરેલ પાપ કે ભૂલો ની કબૂલાત.. ઈશ્વર માફ કરે છે…તો તમે તો મને માફ કરી જ દેશો…ને ?”
“હા બેટા.. મેં પણ સાંભળ્યું છે…”
“પપ્પા મારે પણ મારી ભૂલ નુ પ્રાયશ્ચિત કરવું છે..”
હું બે મિનિટ સુધા સામે જોતો રહ્યો..એવી કેવી ભૂલો સુધાએ કરી છે… તેનું પ્રાયશ્ચિત કરવું પડે..
પપ્પા બોલ્યા, “બોલ બેટા”
સુધા ફરીથી ખૂબ રડી….પડી. પપ્પા કારણ પૂછતા રહ્યા અને તે ડુસકા ભરી રડતી રહી… મેં ઉભા થઇ તેને પાણી આપ્યું….તેને શાંત કરવા પ્રયત્ન કર્યો…
સુધા બોલી…..”પપ્પા ઘણા સમય થી મારા વિચારો ઉપર શૈતાન સવાર થયો હોય તેવું મને કેમ લાગે છે….? પપ્પા તમને જ્યારે કોરોના થયો…હોસ્પિટલે દાખલ કર્યા.. ત્યારે મારા મગજ માં ખરાબ વિચાર આવી ગયો…હતો… હવે પપ્પા ની ઉમ્મર થઈ …ઉપર જાય તો સારૂ.. આ કરોડો ની મિલ્કત અને આ કડક સ્વભાવ થી મુક્ત થવાય…. તમે મારા આયુષ્ય માટે આટલી આકરી બાધા માનો છો…અને હું તમારા માટે..ધિક્કાર છે મારી જાત ને..”
પપ્પા…ખુબ હસી પડ્યા….બોલ્યા..”બેટા.. તું ભોળી જ રહી…..આ બધું તમારું જ છે…..મારે સાથે લઈ થોડું જવું છે.. પપ્પા હસતા હસતા બોલ્યા એક વાત તું મને કહે..તને મારા થી કંટાળો કેમ આવ્યો…?”
સુધા બોલી..”પપ્પા વ્યક્તિ જયારે પોતાના સ્વાર્થ ની તમામ મર્યાદાઓ તોડી…નાખે…ત્યારે તે માણસ નહિ હેવાન બની જાય છે…પોતાના અંગત સ્વાર્થ માટે બીજા નું અહિત વિચારતો થઈ જાય છે….. પપ્પા તમારા ઘણા કડક નિયમો..અમારી મુક્ત જીંદગી ને અવરોધ રૂપ બનતા હોય છે..જેમ કે મોડી રાત્રે રખડવાનું નહિ. બચત નો આગ્રહ….હોટલો અને રેસ્ટોરેન્ટ તરફ નફરત….”
“બેટા.. તને સમય અને બચત નું મહત્વ અત્યારે નહીં સમજાય…તમારા બાળકો મોટા થાય એટલે ખ્યાલ આવશે…નીતિ નિયમો વગર નું જીવન એક ધર્મશાળા જેવું જીવન છે…”
“બેટા… ભોળી વ્યક્તિ ની સાથે ભગવાન હોય છે….દરેક વ્યક્તિ ના મગજ માં કોઈ કોઈ વખત આવા વિચારો આવી જતા હોય..છે..જે તારા મગજ માં આવ્યા…તે નિખલાસતા થી કીધું એ તારી મોટાઈ છે…એ માટે મને તારા ઉપર ગર્વ છે..”
“હા પપ્પા તમે મારા માથે હાથ ફેરવ્યો ત્યારે મને વિચાર આવી ગયો. માળી વગર ના બગીચા ની હાલત જેવી હોય તેવી વડીલો વગર ના ઘર ની હોય…ફક્ત તમારો મારા માથે હાથ ફર્યો..ત્યાં હું આટલી હળવી થઈ ગઈ…એ વડીલોની હૂંફ અચાનક ઘર માંથી વિદાય…લે તો શું થાય..એ વિચારે મને રડાવી દીધી….”
“પપ્પા તમારે એકલા એ ડાકોર નથી જવાનું….મારા ખરાબ વિચાર ના પ્રાયશ્ચિત રૂપે હું પણ તમારી સાથે ડાકોર ચાલતા આવીશ…ભગવાન ની પાસે માફી માંગીશ.”
મેં હસતા..હસતા. કીધું…”હું આટલું બધું નહીં ચાલી શકું. એક કામ.કરો વળતા..હું તમને કાર માં તેડવા આવીશ..પપ્પા..એ મારા આયુષ્ય માટે આવડી મોટી બાધા રાખી અને તમે કંઈ નહિ…?” સુધા મારી સામે જોઈ બોલી..
“અરે ગાંડી. મેં આજીવન મસાલા ખાવાના છોડી દીધા…!!!!!”
પપ્પા અને સુધા ખૂબ જ ખુશ થઈ હસી પડ્યા.
પપ્પા પણ ખુશ થઈ બોલ્યા…”બેટા અમારી સાથે આવ ખૂબ મજા આવશે…રસ્તો ક્યાં પસાર થશે એ ખબર નહિ પડે…”
મેં કીધું તો પછી “હૂં પણ તમારી સાથે આવીશ..”
સુધા બોલી ના તમે કાર લઈ ને જ આવજો… હવે મેં કીધું એ તો ડ્રાઈવરને કહી દઈશ ચિંતા છોડ..
અને જાણે ઘરમાં દિવાળીનું વાતવરણ ઉભું થઇ ગયું..
Also read : મમ્મી વિના પપ્પા અધૂરા