નવી પેઢી ન હોવાના ૧૪ ફાયદા

નવી પેઢી ન હોવાના

ગુજ્જુમિત્રો, આપણામાંથી જે લોકોનો જન્મ સન ૧૯૪૦-૧૯૯૦માં થયો છે તે લોકો એવું માનજો કે આપણાં પર ભગવાનની બહુ મહેરબાની છે. આજની નવી પેઢી ને ઘણા પ્રકારની સુખ સુવિધા મળી છે અને નવી ટેકનોલોજીને કારણે આપણે જે સંઘર્ષ કર્યો છે તે નવી પેઢીને નહીં કરવો પડે. તેમ છતાં આપણે નસીબદાર છીએ. કેવી રીતે? જાણવા માટે વાંચો “નવી પેઢી ન હોવાના ૧૪ ફાયદા”

૧. આપણે ક્યારેય રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઇ દિવસ હેલમેટ પહેરવી પડી નથી.

૨. શાળાએથી આવ્યા પછી દિ આથમ્યા સુધી આપણે શેરીઓમાં રમતા પણ ક્યારેય પોતાની રૂમ બંધ કરીને ટી વી જોવા બેઠા નથી.

૩. આપણે ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે લખોટી રમ્યા છીએ, ઈન્ટરનેટ મિત્રો સાથે નહિ.

લખોટી
લખોટીઓ

૪. જ્યારે પણ તરસ લાગી ત્યારે સીધું નળનું જ પાણી પીતા, અને ફરી રમવા દોડી જતા.

૫. મિત્રો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બિમાર પડયા નથી.

૬. ખોબો ભરીને મિઠાઈ કે વાટકા ભરીને દાળભાત રોજ જમી જતા તો પણ ક્યારેય મોટાપાની તકલીફ થઈ નથી.

૭. ખુલ્લા પગે બધે રખડતા તો પણ કંઈ થતું નહિ.

૮. આપણે જાતે જ આપણા રમકડા બનાવતા અને તેનાથી રમવામાં અનેરો આનંદ માણતા.

૯. આપણા માતા-પિતા માલદાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે દોડ્યા નહિ પણ આપણને સાચો પ્રેમ આપ્યો, નહિ કે નિર્જીવ દુન્યવી પદાર્થ.

૧૦. આપણા પાસે સેલફોન, ડીવીડી, પ્લે સ્ટેશન, વિડીઓ ગેમ, XBoxes, Personal computers, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા ન હતા પરંતુ તેનાથી પણ વધુ સાચા મિત્રો હતા.

૧૧. આપણા મિત્રોના ઘેર ગમ્મે ત્યારે પહોંચી જતા અને સાથે જમતા પણ ક્યારેય તેમના ઘરે જવા ફોન કરીને પૂછવું નથી પડ્યું.

૧૨. સંબંધીઓ ખૂબ નજીક હતા તેથી આપણા દિલ ખુશ હતા. તેથી ક્યારેય Life Insurance ની જરૂર નથી પડી.

૧૩. તે સમયમાં આપણે black & white ફોટામાં હતા પણ આજે તેમાં પણ રંગબેરંગી સ્મૃતિઓ જોઈ શકીએ છીએ.

૧૪. આપણે વિશિષ્ટ અને એકબીજાને સમજતી પેઢી હતા, કારણ કે આ છેલ્લી પેઢી હતી કે જે માતા-પિતાનું સાંભળતા હતા અને પહેલી પેઢી છીએ કે જેમણે દીકરા દીકરીનું સાંભળવું પડે છે અને Please અને Sorry વારે વારે કહેવું પડે છે.

ગુજ્જુમિત્રો, નવી પેઢી ન હોવાના ફાયદાને યાદ રાખજો અને જીવનથી સંતુષ્ટ રહેજો. આપણને જે બાળપણ મળ્યું છે તે નવી પેઢીને ક્યારેય નહીં મળે. જો તમને આ પોસ્ટ ગમ્યો હોય તો “પચાસ વર્ષની ઉંમરે ખુશ રહેવાનું શીખ્યો” પણ જરૂરથી વાંચજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *