મમ્મી વિના પપ્પા અધૂરા

પિતા વિશે શબ્દો

ગુજ્જુમિત્રો, આજે હું અહીં તમારી સાથે એક અત્યંત હ્ર્દયસ્પર્શી પ્રસંગ શેર કરી રહી છું. જ્યારે મેં આ પ્રસંગ પહેલીવાર વાંચ્યો હતો, ત્યારે હું થોડી ક્ષણો માટે મૌન થઈ ગઈ હતી. પછી જે પહેલો વિચાર આવ્યો તે હતો, “મમ્મી વિના પપ્પા અધૂરા છે. અને પપ્પા વિના મમ્મી.” કેટલું સારું થાય જો આપણે આપણા સંબંધોની કદર પહેલાં થી જ કરીએ અને એકબીજાની હયાતીમાં જ એ અભિવ્યક્ત કરીએ કે તારા વિના હું અધૂરો છું. આ લેખ તમારા સંબંધમાં સુવાસ ફેલાવશે એવી મને આશા છે.

હું જ્યારે પપ્પાના રૂમમાં સવારે જતો ત્યારે પપ્પાના ખભા ઉપર ચકલી બેઠી હોય.. ચકલો પપ્પા ની બારી પાસે રાખેલ ડીશમાંથી ચણ ખાતો હતો…આ ચકા ચકી ને પપ્પા સાથે મિત્રતા થઈ ગઈ હતી…કોઈ વખત ચકો ચીં ચીં કરતો પપ્પાના માથે કે હાથ ઉપર બેસે તો કોઈ વખત…ચકલી…
પપ્પા ને પણ મજા આવતી….આ ચકા ચકીની ધમાલ જોવાની..

મમ્મી ના ગયા પછી….પપ્પા બહાર થી હસ્તા પણ અંદર થી દુઃખી..હતા..વાતો કરતા કરતા પણ એ પહાડ જેવી વ્યક્તિ ના આંખમાં આંસુ આવી જતા….ફક્ત જિંદગી ના દિવસો પસાર કરતા હોય તેવું અમને લાગતું.

તેમણે અમારા ડ્રોઈંગ રૂમ માં બેસવાનું ઓછું કરી નાખ્યું હતું…સાંજે જમતી વખતે અમે સાથે બેસીએ ..સવારે અમે ઑફિસે નીકળી જઈએ…

આજે રવિવાર હોવાથી.. હું પપ્પાના રૂમમાં ગયો…જેથી તેમની સાથે વધારે સમય પસાર કરી શકું….

Sparrows

પપ્પા ની સાથે…ચકલા ચકલી ને રમત કરતા જૉઈ મને મજા આવી ગઈ..ઉનાળા નો સમય એટલે પપ્પા પાણી નું કુંડું પણ ભરેલુ મુકતા….

મેં કીધુ..”પપ્પા…ચકા ચકી તમારા ખાસ મિત્ર થઈ ગયા લાગે છે ?”

“હા બેટા ખબર નહીં…એક બીજા ને માયા થઈ ગઈ છે. રોજ આવે એક કલાક જેવો મારો સમય પસાર કરી જતા રહે છે…..”

પપ્પા એ પોતાનો બેડ રૂમ એટલો મસ્ત બનાવ્યો હતો, હું તેમનો રૂમ જોઈ ખુશ થઈ તો…ચોખ્ખાઈ ના આગ્રહી… પોતાના રૂમ માં દરેક વસ્તુ તેની જગ્યા એ જ પડી હોય…TV, ટેપ, AC, પુસ્તકો માટે નાનો કબાટ, ડ્રેસીંગ ટેબલ , હીંચકો, બેડ, આરામ ખુરશી પાસે પાન પેટી…અને પૂજા નો કબાટ…આ તેમની દુનિયા હતી…

હું તેમના રૂમ માં અચાનક જાઉ ત્યારે ઉંમર ને કારણે મોડી ઊંઘ આવે અને વહેલી ઊંઘ ઊડી જવાને કારણે ધીરૂ ધીરૂ ટેપ કે TV વાગતું હોય…પપ્પા ના માથે હાથ ફેરવીને પૂછ્યું, “પપ્પા ઊંઘ નથી આવતી…..?”

“ના બેટા….ઉંમર કારણે એવું રહેવાનું.”

મને ખબર હતી કે મમ્મી વિના પપ્પા અધૂરા છે. મમ્મી નો ખાલીપો તેમને અંદર થી તોડી રહ્યો હતો…એક પુત્ર તરીકે પપ્પા વધારે માં વધારે આનંદ માં રહે તેવો હું, મારી પત્ની અને મારો પુત્ર પ્રયત્ન કરતા હતા પણ જીવન સાથી અમસ્તા કીધા છે..ભીડ માં પણ એકલતા નો જ્યારે અનુભવ થાય ત્યારે સમજી લ્યો તમે જદગી માં કોઈ અમૂલ્ય વ્યક્તિની ને ગુમાવી છે..

મેં સવારે….પપ્પા ના રૂમ બારણું ખોલ્યું….”પપ્પા જય શ્રી કૃષ્ણ”

“આવ બેટા જય શ્રી કૃષ્ણ..આજે રવિવારની રજા એટલે શાંતિ….બેસ.”

મેં કીધું….”પપ્પા…આજે તમારા રૂમ માં શાંતિ કેમ છે ? તમારા બે..મિત્ર ચકો ચકી કેમ દેખાતા નથી….?”

પપ્પાની અચાનક આંખ ભીની થઈ ગઈ..એ બોલ્યા..”બેટા.. બે દિવસથી એકલો ચકો આવે છે…બારી પાસે બેસી મારા હાથ ઉપર બેસે છે…નથી ચણ ખાતો નથી પાણી પીતો…નથી ચીં ચીં કરતો થોડીવાર તેની ડોક ફેરવી મારી સામે ..થોડીવાર બારી સામે જોઈ એ ઉડી જાય છે…..”

મેં પપ્પા ને ફ્રેશ કરવા કીધુ..”ચકી પિયર ગઈ હશે….”

Sparrow

“ના બેટા.. કાલે ફરીથી ચકો આવ્યો હતો..મારા હાથ ઉપર બેઠો મેં તેના ઉપર હાથ ફેરવ્યો..બેટા…ફક્ત માણસ રડે છે તેવું નથી..ચકા ની આંખ માંથી પડતાં આંસુએ મારો હાથ ભીનો કરી નાખ્યો.. બેટા.. તેને ફક્ત વાચા નથી લાગણી તો હોય જ છે..થોડી વાર પછી…ચણ પણ ન ખાધી અને પાણી પણ ન પીધું…ચકો ઉડી ગયો…”

પપ્પા આકાશ સામે જોઈ બોલ્યા..”મારી અનુભવી આંખ અને દિલ એવું કહે છે..બેટા ચકી…કાયમ માટે ઉડી ગઇ લાગે છે…. ચકો આ વિરહ સહન નથી કરી શક્તો.”

અત્યાર સુધી હિંમત એકઠી કરી વાત કરતા કરતા પપ્પા..મારા ખભે માથું મૂકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા..તેમની આંખો માંથી આંસુનો ધોધ પડતો જોઈ હું પણ હિંમત હારી પપ્પા સાથે રડવા લાગ્યો.. “બેટા.. તારી મમ્મી વગર નથી ગમતું… તારી મમ્મી વિના પપ્પા અધૂરા છે.”

મેં કીધુ, “પપ્પા હું સમજુ છું..પણ ભગવાન પાસે આપણે બધા લાચાર છીએ ….પપ્પા ને પાણી પીવડાવી થોડા ફ્રેશ કર્યા…. “લો પપ્પા છાપું વાંચો…ત્યાં સુધીમાં ચા બની જશે….આપણે બધા સાથે ચા નાસ્તો કરશું..કહી હું તેમના રૂમ ની બહાર બ્રશ કરવા નીકળ્યો…”

થોડીવાર પછી હું તેમના રૂમ માં ફરી ગયો..તો ધીરૂ ધીરૂ ટેપ વાગતું હતું

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે….

હીંચકો હલતો હતો. પપ્પા..હીંચકાની નીચે ઊંધા પડી ગયા હતા….ટેપ ધીરે ધીરે વાગી રહ્યું હતું….હું દોડતો તેમની બાજુ માં ગયો, “પપ્પા..પપ્પા….શું થયું…?”

તેમને ચત્તા કર્યા ત્યારે તેમના શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા…ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે કરીને કીધુ..”દાદા નું અચાનક હાર્ટ ફેઈલ થઈ ગયું છે.”

એક જીવનસાથી વગર ની કલ્પના હચમચાવી નાખે તેવી હોય છે…મેં બારી સામે જોયું..આજે ચકો પણ આવ્યો ન હતો….પપ્પા નો રૂમ ખાલી…જાણે બે ચકા એ સાથે ઉડવા નો નિર્ણય લઈ લીધો હોય..

મેં મમ્મીના ફોટા સામે ભીની આંખે જોઈ કીધુ, “મમ્મી તારા ગયા પછી પપ્પા ને ખુશ કરવા ના બધા પ્રયત્નો અમે કર્યા પણ અંદર નો તેમનો અજંપો અને એકલતા સામે અમે લાચાર હતા..એ દૂર કરવાની તાકાત તો તારી પાસે જ હતી.”

દરેક ની જીંદગી પણ આ ચકા ચકી ની વાર્તા જેવી જ હોય છે…ચકો લાવ્યો ચોખા નો દાણો અને ચકી લાવી મગ નો દાણો… આ ઘરઘર રમતાં રમતાં જીવન ક્યાં પૂરું થઈ જાય છે..એ ખબર નથી પડતી…
આ પંખી ના માળા જેવી આપણા બધાની જીંદગી છે…

પપ્પાનું ગમતું ગીત યાદ આવી ગયું….

आदमी मुसाफिर है, आता है, जाता है
आते जाते रस्ते में, यादें छोड जाता है

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *