ખાટીમીઠી જીંદગીની કડવી વાસ્તવિકતા!
મને એવી કયાં ખબર હતી કે “સુખ અને ઉંમર” ને બનતું નથી,
પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ.
માણસ વેચાય છે… સાહેબ… કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની “મજબૂરી”નક્કી કરે છે.
અદભુત છે ને…… “દિવસ” બદલાય છે,
ને એ પણ “અડધી રાતે”.
જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે.
એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર……
ગોપીઓ પણ નહિ આવે, રાસ વગર…….
જગત માં બનવું છે બધા ને રામ….પણ… વનવાસ વગર.
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા
અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો…
આંખો બંધ થાય તે પહેલા “ઉઘડી” જાય
તો આખો જન્મારો સુધરી જાય.
શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો,
માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથી.
હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે,
બાકી કોઈ પોતાનું દુ:ખ લખીને ખુશ નથી હોતું.
એકલા થયા જીવનમાં તો ખબર પડી,
ઘણા કલાકો હોય છે એક દિવસ માં.
બાવળને પણ એ ક્ષણ ગમી હશે,
જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે.
કોઈના વગર કંઈ અટકતું નથી,
પણ અધુરું ચોક્કસ રહે છે.
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી.
પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો…
પણ એ મારો ભરમ હતો
સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો..