શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ

Shiva

શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ

ગુજ્જુમિત્રો, પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગયી છે. આપણાં માટે શ્રાવણ એ પંચાંગ નો માત્ર મહિનો નથી. આપણાં માટે શ્રાવણ એક ઉત્સવ છે ભક્તિનો. આપણાં માટે શ્રાવણ એક અવસર છે સાધનાનો. આ શ્રાવણ માસના શુભારંભે હું શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ વિષે જણાવવા માગું છું.

આખો મહિનો તપસ્યા માટે છે

ભારતના તમામ તહેવારો અને ધાર્મિક ઉત્સવો મનુષ્યની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે મનાવવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસને બારે મહિનામાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ આખા મહિનામાં લોકો દેવોના દેવ મહાદેવ શ્રી શંકર ભગવાનની પૂજા, વ્રત અને અનુષ્ઠાન કરતા હોય છે. આ આખો મહિનો તપ નો મહિનો છે.

ધર્મની સાથેસાથે આરોગ્યનું પણ સુખ

ધર્મના અનુસરણ દ્વારા આરોગ્યતાની ફિલોસોફી ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મમાં જ પ્રયોજવામાં આવી છે. આ દિવસો વર્ષાકાળના હોવાથી સૂર્યનારાયણ દેવ વાદળોથી ઢંકાય ગયા હોય છે જેથી મનુષ્ય માત્રની જઠરાગ્નિ મંદ પડી ગઈ હોય છે. તેથી સૂર્યાગ્નિના (જઠરાગ્નિ) અભાવે પાચનક્રિયા મંદ થઈ જાય છે. આ મંદતા થકી તાવ, શરદી, કળતર, ડાયેરિયા, કોરોના, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, વાયુદોષ ના રોગો આ ઋતુમાં થતા હોય છે.

મિતાહાર લો રોગમુક્ત રહો

આપણા દેશના દીર્ઘદ્રષ્ટા ઋષિમુનિઓ દ્વારા હજારો વર્ષ પહેલા શ્રાવણ માસમાં એકટાણાં, ઉપવાસ, ફળાહાર, લંઘન, નિર્જળા ઉપવાસ જેવા તપ કરવાનું પ્રયોજન કરેલ છે. આ માસમાં જિહ્વા પર જેનું જેટલું નિયંત્રણ તેના પર દેવાધિદેવ શ્રી શંકર ભગવાનની એટલી જ કૃપા વરસે છે. શ્રાવણ માસ આખા વર્ષની આરોગ્યતા એકઠી કરવાનો મહિનો છે.

શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ

ચોમાસામાં હળવું ભોજન લાભદાયી

આ મહિનામાં જેટલું ઓછું ભોજન લેશો તેટલી જ આખા વર્ષની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. બને તો ફક્ત લીંબુ શરબત, મોસંબી, સંતરા જેવા ફ્રુટ જ્યુસ અને હળવો ખોરાક લેવાથી આખું વર્ષ તંદુરસ્તીમય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી સુખમય જીવન પસાર થાય છે. ઘણા લોકો આખો શ્રાવણ માસ ફક્ત ફ્રૂટ, ફ્રૂટ જ્યુસ અને કાકડી ટામેટાનું સલાડ જ ખાય છે. સાથે સાથે એનિમા દ્વારા જુના મળની સફાઈ અને અઠવાડિયામાં બે થી ત્રણ વખત વમન કરી શરીરને અંદર થી શુધ્ધિ કરે છે.

ફરાળી ખોરાક લો

આ પવિત્ર શ્રાવણ માસમાં ફરાળી ઢોસા, ફરાળી ભેળ, ફરાળી ચેવડો, ફરાળી પેટીસ, ફરાળી પીઝા વગેરે વગેરે ફરાળી વસ્તુઓ કે જે ખાવાથી કોઈ જ તંદુરસ્તી પ્રાપ્ત નથી થતી ઉલ્ટાનું વાયુ, પિત અને કફનો પ્રકોપ થાય છે, તેને લેવાનું ટાળો અને પવિત્ર શ્રાવણ માસના મહિમાને સમજો અને મહાદેવની કૃપાને પાત્ર બનો…

ગુજ્જુમિત્રો, મને આશા છે કે બધાં શ્રદ્ધાળુ શિવભક્તોને આ લેખ શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ સમજવામાં મદદ કરશે. તમને સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ!

You may also like...

1 Response

  1. Harsh says:

    A very good guide to fasting in Shravan month. I will definitely try fasting during the next Shravan month!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *