સસ્તું, જૂનું અને લોકપ્રિય જનરલ ટોનિક અશ્વગંધા ના ફાયદા
સસ્તું, જૂનું અને લોકપ્રિય જનરલ ટોનિક અશ્વગંધા ના ફાયદા
ગુજજુમિત્રો હાલ માં મને અશ્વગંધા વિષે એક બહુ સુંદર અને નાનો લેખ વાંચવા મળ્યો. આજના સમયે દરેક લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા માંગે છે ત્યારે અશ્વગંધા જેવું સસ્તું, જૂનું અને લોકપ્રિય જનરલ ટોનિક મળવું મુશ્કેલ છે અને એટલે જ અશ્વગંધા ના ફાયદા જાણવા લાયક છે.
અશ્વગંધા અશ્વ જેવી તાકાત આપે છે
અશ્વગંધાને ગુજરાતીમાં અને મરાઠીમાં આસંધ કહે છે. સંસ્કૃતમાં અશ્વગંધા અને હિંદીમાં તેને અસગંધ કહે છે. લેટીનમાં ‘ વિથૈનિયા સોમનિફેરા ‘ તરીકે ઓળખાય છે. તેના કાચા મૂળમાં અશ્વના જેવી ગંધ હોય છે તેના ઉપયોગથી સમગ્ર શરીરમાં ધોડા જેવો ઉત્ત્સાહ, બળ, ચબરાકી આવે છે. ઘોડો એટલે વાજી તેથી ઉત્ત્સાહ અને બળને વાજીકર કહેવાય છે અને તે અશ્વશક્તિના બળના એકમ તરીકે લેવાય છે. ‘ હોર્સ પાવર ‘ આ બધી શક્તિને કારણે ગણાય છે.
પાંચ પ્રકારની અશ્વગંધા
અશ્વગંધાના તેના ઉત્પત્તિ સ્થાન અનૂસાર પાંચ પ્રકાર પડે છે. તે જમિન, પાણી અને વાયુ અનૂસાર હોય છે. પશ્ચિમોત્તર ભારત, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને હિમાલયમાં ૫૦૦૦ ફિટની ઉંચાઇએ પણ થાય છે.
અશ્વગંધા ના અનેક ફાયદા છે
- અશ્વગંધા ઘણા રોગોમાં ઉપયોગી છે. નબળાઇમાં તે બહુ ફાયદો આપે છે. તેના નિયમિત ઉપયોગથી શારીરિક બળ, ઉત્સાહ અને સ્ફુર્તિ આવે છે.
- મૂર્છા, તમ્મર, અનિદ્રા, પેટમાં ભારેપણું, કૃમિ, હાઇ બ્લડ પ્રેશર અને રક્તવિકારમાં વપરાય છે.
- શુક્રની નબળાઇ જેમાં શુક્રની સંખ્યા ઓછી આવે, તે બળવાન ન હોય તો સુધારે છે. તેવી રીતે સ્ત્રિઅંડમાં સુધારો લાવે છે. બાળકોના શોષમાં પણ અતિ ઉપયોગી છે. પ્રદર અને યોનિશુળ અને મૂત્રાઘાતમાં પણ વપરાય છે.
- અશ્વગંધા કફ વાયુના રોગોમાં વપરાય છે.
- પેટના રોગો જેવાકે દુખાવો અને ગોળોમાં કામ આપે છે.
- હાઈ બ્લ્ડ પ્રેશર, રક્તવિકાર અને સોજામાં ઉપયોગી છે.
- ઉધરસ અને શ્વાસમાં અપાય છે. શ્વાસમાં તેનો ક્ષાર મધ સાથે આપવાનું સુચન છે.
- હાઈ બ્લડ પ્રેશરમાં અને તેને કારણે થતી અનિદ્રામાં ફાયદો કરે છે તે સાથે સ્ફુર્તિ પણ લાવે છે.
- તે મસ્તિષ્કશામક ( મગજની શાન્તિ માટે ) સારૂં કામ આપે છે.
- આર્થેરાઇટિસ કે અન્ય સાંધા ના દુખાવા માં અસરકાર છે.
દવા તરીકે કેવી રીતે વાપરવી?
દવા તરીકે તેના મૂળ વપરાય છે તેની માત્રા 3 થી 6 ગ્રામની છે. તેની દવાઓમાં અશ્વગંધાદિ ચૂર્ણ, અશ્વગંધા રસાયણ, અશ્વગંધા ઘૃત અને અશ્વગંધારિષ્ટ છે. આયુર્વેદ દ્રષ્ટિએ તેનો ગુણ લઘુ અને સ્નિગ્ધ છે. તેનો રસ તિક્ત, કટુ અને મધુર છે. તેની તાસીર ગરમ છે. અને પચ્યા પછી તે મધુર રહે છે.
નોંધ : આ લેખ સ્વાસ્થ્ય નિષ્ણાત ડો. ભાલચન્દ્ર હ. હાથી દ્વારા લિખિત છે. તમે ટેલિગ્રામ પર Limited 10 ગ્રુપ દ્વારા તેમના સંપર્કમાં રહી શકો છો.
Also read : ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળ ના ૧૩ અકસીર ફાયદા