ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળ ના ૧૩ અકસીર ફાયદા

ગોળ ના ૧૩ અકસીર ફાયદા

ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળ ના ૧૩ અકસીર ફાયદા

ગુજજુમિત્રો, ગોળ ખાવાના ફાયદા તો બધા જાણો જ છો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવા ના ફાયદા જણાવી રહ્યા છીએ. જો તમે ૭ દિવસ સતત આમ કરશો તો તમને તે ફાયદો કરશે. આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળ ખાવો જોઈએ.

ગોળ શરીરના એસીડને દૂર કરે છે

તેના વિષે અમે આયુર્વેદ નિષ્ણાંત અબરાર મુલતાની સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે ગોળમાં રહેલ તત્વ શરીરના એસીડને દુર કરી દે છે. જયારે ખાંડના સેવનથી શરીર માં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે. જેમ કે સૌને ખબર છે કે આજકાલ આપણા હાલનું ખાવા પીવાનું યોગ્ય ન હોવાને કારણે માણસ વહેલા થાકી જાય છે એટલું જ નહિ ઘરડાની સાથે સાથે યુવાનો પણ તેમની ગણતરીમાં આવી ગયેલ છે. યુવાન પણ જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવા લાગે છે.

Car service

ગોળ ખાવાથી થાક ઓછો લાગે છે

જો તમે અમારા જણાવ્યા મુજબ આ વિધિને કામમાં લો છો તો તમને ઘણા ફાયદા થશે. તમે જોયું હશે કે હમેશા મજુર ગોળનું સેવન કરે છે પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તે ગોળનું સેવન કેમ કરે છે. મજુર તમારાથી વધુ મહેનત કરે છે તેમ છતાં પણ તે થાકતા નથી તેનું મૂળ કારણ છે તે નિયમિત રીતે ગોળનું સેવન કરે છે.

ગળપણ નો શોખ રાખો પણ ખાંડ ના ખાઓ

ભારતમાં હમેશા લોકો ખાધા પછી ગળ્યું ખાવાનો શોખ ધરાવે છે. પણ જો તમારે આરોગ્ય જાળવી રાખવું છે અને ગળ્યું પણ ખાવું છે તો એક હેલ્દી ઓપ્શન હોઈ શકે છે. ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું મહત્વ છે. ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસમાંથી બને છે. પણ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ થઇ જાય છે. પણ ગોળ સાથે આવું બનતું નથી. ગોળમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એક શોધ નું માનીએ તો ગોળ નિયમિત રીતે સેવન તમને અનેક પ્રકારના આરોગ્ય સબંધિત તકલીફોથી છુટકારો અપાવી શકે છે.

Also read : કોરોના થયા પછી શું ખાવું જોઈએ? જાણો સરળ ડાયટ-ચાર્ટ

ગોળ ખાવા ના ૧૩ ફાયદા

૧. સ્કીન થઇ જાય છે ચમકદાર : ૭ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કીન ક્લીયર અને હેલ્દી થઇ જશે કેમ કે ગોળ શરીર માંથી ટોક્સીન ને બહાર કાઢી નાખે છે. જેથી સ્કીન ચમકદાર બને છે. સ્કીન સબંધિત તકલીફ પણ દુર થઇ જાય છે.

૨. હાડકા થશે મજબુત : ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે. તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે.

૩. નબળાઈ થઈ જશે દુર : જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દુર થઇ જશે. ગોળ શરીરમાં એનર્જી નું લેવલ વધારી દે છે.

૪. ગેસ અને એસીડીટી થશે દુર : જો તમે રાત્રે ખાધા પછી સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસીડીટી ની તકલીફ દુર થઇ જશે.

૫. માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો થઇ જાય છે દુર : ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો દુર થઇ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ ૫ મી.લિ. ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવ. માઈગ્રેન અને માથાનો દુખાવા માં રાહત મળશે.

૬ . લોહી ચોખ્ખું, પાચન ક્રિયા, ગેસની તકલીફ, પેટને ઠંડક, ચયાપચય : ગોળ પાચન ક્રિયા ને યોગ્ય રાખે છે, ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને ચયાપચય ઠીક કરે છે. રોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની તકલીફ થતી નથી. જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછી થોડો ગોળ જરૂર ખાય.

ગોળ ખાવાના ફાયદા

૭. એનીમિયા : ગોળ આયર્ન નો મુખ્ય સ્ત્રોત છે. તેથી તે એનીમિયા ના દર્દી માટે ખુબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન ખુબ વધુ જરૂરી છે.

૮. ત્વચા, ટોક્સીન દુર, ખીલ દૂર : ત્વચા માટે ગોળ ખુબ ફાયદાકારક હોય છે ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીન દુર કરે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલ ની તકલીફ રહેતી નથી.

૯. શરદી અને કફ : તેનું સેવન શરદી અને કફ થી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો ચા કે લાડવા માં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

૧૦. થાક અને નબળાઈ : ખુબ વધુ થાક અને નબળાઈ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે. ગોળ જલ્દી પચી જાય છે અને ખાંડ નું સ્તર પણ વધતું નથી.

૧૧. તાવને નિયંત્રણ, દમ : ગોળ શરીરમાં તાવનું નિયંત્રિત રાખે છે. તેમાં એન્ટી એલર્જીક તત્વ રહેલ છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

૧૨. સાંધાના દુખાવા : ગોળ સાંધાના દુખાવા થી પણ આરામ અપાવે છે. રોજ ગોળનો એક ટુકડા સાથે આદુ નું સેવન કરવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળી શકે છે.

૧૩. બ્લડ પ્રેશર : ગોલમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

ગોળ ના ફાયદા

ગોળનું સેવન કરવાની રીતો

૧. દેશી ઘી સાથે : જો તમને સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા નથી થતી તો તમે ગોળ ને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે.

૨. દૂધ સાથે : સાંજે ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ. તેને તમે જયારે દૂધ પીવો છો તેની સાથે સાથે ખાઈ શકો છો. જે તમારું હિમોગ્લોબીનનું સ્તર ઝડપથી વધશે અને તમને એનર્જી મળશે.

૩. છાશ સાથે : તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળ નું સેવન કરશો તો તમને તેનાથી ખુબ જ વધુ એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *