શબ્દો નો સંસાર ગજબ નો હોય છે મિત્રો! – ગુજરાતી કવિતા
શબ્દો નો સંસાર ગજબ નો હોય છે મિત્રો! – ગુજરાતી કવિતા
શબ્દ રચાય છે,
શબ્દ ઘડાય છે,
શબ્દ મઢાય છે,
શબ્દ લખાય છે,
શબ્દ વંચાય છે,
શબ્દ બોલય છે,
શબ્દ તોલાય છે,
શબ્દ ટટોલાય છે,
શબ્દ ખંગોળાય છે,
… એ જ રીતે
શબ્દ બનાવે છે,
શબ્દ સંવારે છે,
શબ્દ સુધારે છે,
શબ્દ નિખારે છે,
શબ્દ હસાવે છે,
શબ્દ રડાવે છે,
શબ્દ મનાવે છે,
શબ્દ મુસ્કુરાય છે,
શબ્દ મુખારે છે,
શબ્દ પ્રખર છે,
શબ્દ મધુર છે,
આટલું હોવા છતાં
શબ્દ ચુભે છે,
શબ્દ વેચાય છે,
શબ્દ ઘાવ આપે છે,
શબ્દ તાવ આપે છે,
શબ્દ લડાવે છે,
શબ્દ ઝઘડાવે છે,
શબ્દ બગાડે છે,
શબ્દ વિખેરાઈ છે,
પણ તોયે
શબ્દ મરતા નથી,
શબ્દ થાકતા નથી,
શબ્દ રોકાતા નથી,
શબ્દ કોઈદી ચૂકતા નથી,
માટે
શબ્દ થી રમો નહી,
વગર વિચારે બોલો નહી,
શબ્દો ને માન આપો,
શબ્દો ને સન્માન આપો,
શબ્દો પર્ ધ્યાન આપો,
શબ્દો ની ઓળખાણ આંપો,
શબ્દોને ઊંચી ઉડાન આપો,
શબ્દોને આત્મસાત કરો,
શબ્દોનો આવિષ્કાર કરો,
કેમ કે
શબ્દો અણમોલ છે,
મુખમાંથી નીકળતો બોલ છે,
શબ્દોમાં ધાર છે,
એનો મહિમા અપાર છે,
શબ્દોનો વિશાળ ભંડાર છે
સાચી વાત તો એ છે કે
શબ્દોને પોતાનું એક કુટુંબ છે.
શબ્દોને હંમેશા સન્માન આપો.
જો તમને આ ગુજરાતી કવિતા ગમી હોય, તો આવી જ ઘણી બધી ગુજરાતી કવિતા વાંચવા માટે અહીં ક્લીક કરો : કાવ્ય સરિતા