હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?

સાચી રે મારી સત્ય

હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?

હો રંગ રસિયા,
ક્યાં રમી આવ્યા રાસ જો ?

આ આંખલડી રાતી રે,
ઉજાગરો ક્યાં રે કીધો ?

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.    હો રંગ o

આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો,
આ ચૂંદલડી રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

Also read : શું તમે જાણો છો કે કઈ બીમારીમાં તમારે કયા શાક ન ખાવા જોઈએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *