દોસ્ત કોણ છે?
જેની સાથે લોહીનો સંબંધ નથી…
છતાં વહાલું લાગે તે નામ છે,
દોસ્ત.
જેની સાથે થાય અઢળક વાતો…
છતાં થાક ના લાગે તે નામ છે
દોસ્ત.
જેની સાથે નાનકડી વાત માં પણ…
હસી શકાય તે નામ છે
દોસ્ત.
જેના ખંભે માથું ઢાળીને…
રડી શકાય તે નામ છે
દોસ્ત.
જેની સાથે ઠંડી ચા પણ…
હુંફાળી લાગે તે નામ છે
દોસ્ત.
જેની સાથે વઘારેલી ખીચડી પણ…
દાવત લાગે તે નામ છે
દોસ્ત.
જેને અડધી રાત્રે ઉઠાડી…
હૈયું ઠાલવી શકાય તે નામ છે
દોસ્ત.
જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં…
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે
દોસ્ત.
જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય…
છતાં પણ તે સ્વીકારે તે છે
દોસ્ત.
વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા…
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે
દોસ્ત.
દૂર હોવા છતાં ના ટૂટે…
તે લાગણીનો તાર છે
દોસ્ત.
અઢી અક્ષરનું નામ પણ…
બેજાન જિંદગીમાં જાન પૂરી દે તે છે
દોસ્ત.