ફૂલડાં ડૂબી જતાં પથ્થરો તરી જાય છે : પ્રસિદ્ધ ગુજરાતી કવિતા
ફૂલડાં ડૂબી જતાં પથ્થરો તરી જાય છે : શ્રી કરસનદાસ માણેક દ્વારા રચિત આ પ્રસિદ્ધ ગુજરાતી કવિતા જેટલીવાર વાંચું છું એટલીવાર વધુ ને વધુ રોચક લાગે છે. મને આશા છે કે તમને પણ વાંચવામાં આનંદ આવશે.
મને સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી જતાં અને પથ્થરો તરી જાય છે..
ટળવળે તરસ્યા ,ત્યાં વાદળી વેરણ બને,
તેજ રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે..
દેવડીએ દંડ પામે ચોર મુઠી જાર ના….,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે..
કામધેનુ ને મળે ન એક સૂકું તણખલું,
અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે
છે ગરીબો ના કુબા માં તેલ ટીપું દોહીલુ
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દિવા થાય છે
મને સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી જતાં અને પથ્થરો તરી જાય છે.
પ્રસિદ્ધ ગુજરાતી કવિતા નો ખજાનો : કાવ્ય સરિતા