એક વેક્સિન મારે પણ શોધવી છે

એક વેક્સિન મારે પણ શોધવી છે….

એક વેક્સિન મારે પણ શોધવી છે

બોરિંગ -રોજીંદી ઘટમાળમાં
ફસાઇ ગયેલા વ્યકિતઓને
બહાર કાઢે એવી…

કૂકરની ત્રીજી સીટીએ
રસોડામાં દોડી જતી સ્ત્રીઓને,
થોડી પળો માટે,
ગણતરીઓ ભૂલાવી દે એવી…

પિસ્તાળીસમા વર્ષે
માથા પર બેસી રહેલી
સફેદીને મેઘધનુષી રંગે,
રંગી નાંખે એવી…

એક વેક્સિન મારે પણ શોધવી છે….

vaccine

ભૂલી જવા જેવી પણ
યાદ રહી ગયેલી ઘટનાઓને,
યાદ-દાશ્તમાંથી,
બાકાત કરી આપે એવી…

કિસ્મતે હિસ્સામાં નહીં
મૂકી આપેલી પળો-ઘટનાઓ
અને વ્યક્તિઓને
મનનાં દરવાજેથી
“ગેટ આઉટ” કહી શકે એવી..

“એ” પાસે હોય ત્યારે
સમયને અટકાવી દે અને,
“એ” પાસે ન હોય ત્યારે,
સમયને દોડાવી દે એવી….

દીકરીની ગુલાબી હેરબેન્ડનાં
ખોટ્ટા પતંગિયાને
સાચ્ચું કરી આપે એવી….

padma

ઘરડાં થતા જતા
મા-બાપની આંખોમાંથી
પ્રતીક્ષાને બાદ કરી આપે એવી..

સ્વીકારની પરવા કર્યા વિના
ચહેરા પર પહેરી રાખેલા,
પહેરવા પડેલા તમામ
માસ્ક ઉતારી આપે એવી !!!!!

એક વેક્સિન મારે પણ શોધવી છે…..

ગુજજુમિત્રો, ચાલો આપણે બધાં પણ આવી વેક્સિન શોધીએ અને આ સંસારને દૂ:ખ, તણાવ તેમજ એકલતા ના વાયરસથી બચાવીએ. મને આશા છે કે તમને આ કવિતા ગમી હશે. વધારે કવિતા વાંચવા માટે અમારા કાવ્ય સરિતા વિભાગની મુલાકાત અવશ્ય લેજો. આ ઉપરાંત તમને હાસ્યવિભાગ, તંદુરસ્તીની ચાવી તેમજ જીવન દર્પણ જેવા વિભાગોમાં ઉપયોગી અને હૃદયસ્પર્શી લેખો પણ વાંચવા મળશે.

ગુજજુમિત્રો ની લીંક ને તમારા મિત્રો અને અન્ય સ્નેહીજનો સાથે ચોક્કસપણે શેર કરજો.

Read more poems here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *