કડવા લીમડા ના મીઠા ગુણો
કડવા લીમડા ના મીઠા ગુણો
એન્ટિબાયોટિક તત્વોથી ભરપૂર લીમડા ને સર્વોચ્ચ ઔષધિરૂપ માનવામાં આવે છે. ભારતમાં લીમડા એટલે પ્રકૃતિની દવાની દુકાન ,ગ્રામ્ય દવા અને તમામ નાના મોટા રોગોનો અકસીર ઈલાજ. લીમડો સ્વાદ માં ભલે કડવો હોય પણ એનામાં રહેલા અદભુત ગુણ અમૃત સમાન છે. લીમડા થી દરેક સમસ્યા નો ઈલાજ મળી જાય છે. લીમડા ના પાન બીજ ફૂલો છાલ દરેક ને ઉપયોગ માં લેવાય છે. આપણા ભારત માં લીમડો આસાની થી મળી જાય છે પણ લોકો એના ગુણો થી અજાણ હોય છે. ચાલો આજે કડવા લીમડા ના મીઠા ગુણો વિશે થોડું જાણીએ.
સ્વાદ માં કડવો પણ ઔષધિ માં અમૃત જેવા ગુણો
૧. વીંછી ,તીતીઘોડો જેવા ઝેરી કીડા કરડે ત્યારે લીમડા ના પાન ની પેસ્ટ બનાવી કરડેલી જગ્યા એ લગાવવાથી રાહત મળે છે અને બીજા ભાગ માં ઝેર ફેલાવાથી બચાવે છે .
૨. વાગવાનો કે કોઈ પણ પ્રકારનો ઘા પડ્યો હોય ત્યાં લીમડાના પાન ની પેસ્ટ બનાવી લગાવવાથી એમાં રાહત મળી રહે છે.
૩.દાદ કે ખુજલી જેવી સમસ્યા માં લીમડાના પાન ને દહીં સાથે પીસી ને એના પર લગાવવાથી જલ્દી લાભ મળે છે અને દાદ જડમુળ થી મટી જાય છે.
૪.કિડની માં પથરી હોય તો લીમડા ના પાન ને સુકવી અને તેને બાળીને તેની જે રાખ બને એને ૨ ગ્રામ દરરોજ પાણી સાથે પીવાની એનાથી પથરી ઓગળીને મુત્રમાર્ગે બહાર નીકળી જાય છે.
૫.મેલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડા ની આંતર છાલ ને પાણી માં ઉકાળી એનો કવાથ બનાવી લેવો અને તેને દિવસ માં ૩ વાર બે મોટી ચમચી ભરીને પીવી એનાથી તાવ માટી જશે અને કમજોરી પણ દૂર થઈ જાય છે .
૬.ચામડીના રોગો હોય એવા લોકો એ લીમડા નું તેલ ઉપયોગ કરવું અને એ તેલમાં થોડું કપૂર મેળવીને દરરોજ માલીસ કરવાથી રોગ ધીમે ધીમે મટી જાય છે.
૭.લીમડા ની સળીઓ ને રોજ ઉકાળીને પીવાથી ખાંસી , હરસ,પ્રમેહ અને પેટ માં પડતા કીડા ને ખતમ કરવાનો ગુણ એમાં છે અને આ લીલી સળીઓ ને કાચી ચાવવા થી પણ આ લાભ મળે છે.
૮.દાંત માં થતા પાયેરિયા ની બીમારી લીમડાનું દાતણ કરવાથી મટી જાય છે અને લીમડાના પાન ના ઉકાળા ના કોગળા કરવાથી શ્વાસ ને લગતી બીમારી દૂર થાય છે અને પેઠા અને દાંત મજબૂત બને છે.
૯. ચહેરાં પર થતા ખીલ માં પણ લીમડાની છાલ ને પાણી માં ઘસીને ખીલ પર લગાવવાથી રાહત મળે છે અને લીમડાના પાન ની પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવાથી ત્વચા માં રહેલા કીટાણુ નાશ પામે છે અને રાહત મળી રહે છે.
૧૦.અપચો અને કબજિયાત થાય તો લીંબોળી ખાવાથી રાહત મળે છે.
૧૧.વાસી ખાવાનું ખાવામાં આવી ગયું હોય અને ઉલ્ટીઓ થતી હોય તો લીમડા ની છાલ અને સુંઠ અને મરી બધું પીસીને આઠ દસ ગ્રામ પાણી સાથે ફાકી લેવાથી( સવાર સાંજ ) ત્રણ ચાર દિવસ માં પેટ સાફ થઈ જશે.
૧૨.કાન માંથી પરુ આવતું હોય તો લીમડાનું તેલ અને મધ ને મેળવી લઈ કાન ને એનાથી સાફ કરો પરુ આવતું બંધ થઈ જશે .અને કાન માં ખંજવાળ કે દુખાવો થાય તો લિંબોડી ને પીસી ને એનો રસ કાંન માં નાંખવા થી ચસ્કા પડવાથી રાહત મળે છે.
૧૩.શરદી જુકામ થઈ ગયા હોય તો લીમડાના પાન ને મધ સાથે મેળવી લો અને એને ચાટો ગળા માં બળતરા અને ખીચ ખીચ બંધ થશે અને ગળા માં રાહત થાય છે.
૧૪. જેમને હૃદય રોગ હોય એવા લોકો લીમડાનું તેલ સેવન કરે તો ફાયદો થાય છે.
૧૫.અછબડા માં પણ લીમડાના પાણી થી નહાવામાં આવે તો તેમાં રાહત મળે છે.
૧૬.સાપ કરડ્યો હોય એ વખતે તરત લીમડા ના પાન વાટી એ જગ્યા પર ફિટ બાંધી દેવાથી સાપ નું ઝેર શરીર માં ફેલાતું અટકે છે.
૧૭.લીમડા માંથી મળી આવતો ગુંદર ડાયાબિટીસ ની દવા બનાવવા માટે વપરાય છે.
૧૮.લીમડા ના પાન ની ધૂણી કરવાથી મચ્છર, જીવાત, અને હાનીકારક બેક્ટેરિયા, વાઈરસ ભગાડી શકાય છે.
૧૯.અઠવાડિયા માં ૨ વાર લીમડાના પાન ઉકાળીને એનું પાણી પીવાથી શરીર ના અંદર થતા રોગો અને ઇન્ફેકશન થી બચી શકાય છે અને બીમારીઓ થી પણ દૂર રહી શકાય છે.
Read more Gujarati posts here.
Wow. It is really surprising how it helps us so much. I am going to implement it from now.