ત્યારે મિત્ર જ જોઈએ
ત્યારે મિત્ર જ જોઈએ
રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.
સાચુ કારણ જાણવા તો મિત્ર જ જોઈએ.
ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે.
પણ હૈયુ હળવુ કરવા તો મિત્ર જ જોઈએ.
ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે.
ચા કોફીની ચુસ્કી માણવા તો મિત્ર જ જોઈએ.
એચીવમેન્ટના સર્ટિફિકેટ ખુશી આપી શકે.
દિલથી પીઠ થાબડવા તો મિત્ર જ જોઈએ.
ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે.
સંગાથે રખડપટ્ટી કરવા તો મિત્ર જ જોઈએ.
વૉટ્સએપને ફેસબૂક થી વાત તો થઇ શકે.
લાગણીભીના સંવાદ માટે તો મિત્ર જ જોઈએ.
ગુગલ કે જીપીએસ માં લોકેશન તો મળી શકે.
ખભાના સરનામે પહોંચવા તો મિત્ર જ જોઈએ.
ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે.
મન ભરીને ગળે મળવું હોય ત્યારે મિત્ર જ જોઈએ.
Also read : શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ