ગુજજુમિત્રો ના તમામ પાઠકો ને દીપાવલી ની હાર્દિક શુભકામના

દીપાવલી ની શુભકામના

દીપાવલી ની હાર્દિક શુભકામના

રંગોળી માં પૂરજો રંગ સરસ….
કે રંગીન થઈ જાશે ધનતેરસ….

રહેજો હંમેશા લાગણી ને વસ…
કે શુભ થઈ જાશે કાળીચૌદસ….

સળગાવી નાખજો નફરત ની પાળી…
કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી…

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ…
કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ…

Diwali lamp
દીપાવલી ની હાર્દિક શુભકામના

સંબંધોમાં કદી રાખવી ન ખીજ…
કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ…

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ…
કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ…

હરખ થી થઈ જવા લોથપોથ…
કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ…

“પ્રેમ” ની મુલાયમ પાથરી જાજમ…
વીતાવજો એકમેકથી લાભ પાંચમ…

દીપાવલી ની શુભકામના નો સંદેશ

અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો
હૈયે હરખ ના તોરણ સજાવજો

આંગણે આવકાર ની રંગોળી રચાવજો
આવી છે દિવાળી દિલ થી મનાવજો

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો
આજ થી આરંભ થતાં દિવાળી પર્વ ને દિલ થી મનાવજો

ગુજજુમિત્રો, આ લેખ ના લખાણ ને કોપી કરી અથવા આ લેખ ની લીંક ને શેર કરીને તમારા સ્નેહીજનો અને મિત્રો ને પણ દીપાવલીની શુભકામના પાઠવજો.

Also read : કલ્પનાની પાંખે બેસીને ઊંચી ઉડાન ભરો : કલ્પના શક્તિનો જાદુ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *