મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં : જીવન પ્રેરક ૧૦ સુવિચાર

આભાર માને છે તો જરા તું હસીને માન

મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં : જીવન પ્રેરક ૧૦ સુવિચાર

ગુજજુમિત્રો, કેમ છો તમે? જવાબદારીઓ ના ભાર નીચે અને સંબંધો ની માયાજાળ વચ્ચે સંઘર્ષ કરતો માણસ પણ પોતાના જીવન માં ખુશી ની અણમોલ ક્ષણો નો આનંદ ઉઠાવતો હોય છે. કારણકે ખુશ રહેવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એક ખુશહાલ જીવન જીવવા માટે મેં હાલમાં વાંચેલા અમુક જીવન પ્રેરક સુવિચાર રજૂ કરી રહી છું. આવો, શીખીએ મન ભરીને જીવતા!

Statue of Unity
  1. જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
  2. અરે મૂકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેમણે તમારું દિલ દુભાવ્યું.
  3. મૂકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, કોઈની બળતરા કરવાની જરૂર નથી,
  4. બધાં ની માફી માંગી લો અને બધાંને માફ કરી દો. ક્યાં જવું છે અભિમાન રાખીને?
  5. સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો. તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઈશ્વરને કરવા દો.
  6. તમે બસ મજા કરો, બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને આનંદ માણો.
  7. મજાથી શોખ પૂરા કરો, ઉંમર સામું ના જુઓ, નાઈટઆઉટ કરો, વરસાદમાં નહાવ.
  8. ઘરમાં કોઈ ન હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખૂલીને નાચો, ભાવતી જમવાની અલગ અલગ ડિશ ટ્રાય કરો, દૂરદૂર રખડવા જતાં રહો, જોવાયું એટલું જોઈ લો, ફરી લો, બસ દિલ ફાડીને જીવાય એટલું જીવી લો.
  9. કોઈને નડીએ નહીં એટલે ઘણું, બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી. થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
  10. માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોતાં કદાચ કોન્ટ્રૅક્ટ રિન્યૂ ન પણ થાય, માટે જલસાથી જીવો. અંત સમયે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે “Well played!”

Also read : ખુશીનો અહેસાસ ચેપી છે, તેને ફેલાવા દો દોસ્તો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *