પ્રેમ જોઈએ છે, ઉપકાર નથી જોઈતો

કોઈ નું મૂલ્ય ઓછું ના સમજતા

પ્રેમ આપવો હોય તો આપો..
બાકી ઉપકાર નથી જોઈતો,

દિલથી આપો એટલે બહુ થઇ ગયું..
લેખિત કરાર નથી જોઈતો.

જીવન બહુ સરળ જોઈએ..
મોટો કારભાર નથી જોઈતો.

કોઈ અમને સમજે એટલે બસ..
કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.

એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે..
આખો પરિવાર નથી જોઈતો.

નાનું અમથું ઘર ચાલે..
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,

ચોખ્ખાં દિલનો કોઈ ગરીબ ચાલે..
લુચ્ચો માલદાર નથી જોઈતો.

મ્હોં પર બોલતો મિત્ર ચાલે..
પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,

ચાર પાંચ આત્મીય દોસ્ત ચાલે..
આખો દરબાર નથી જોઈતો.

રોગ ભરેલું શરીર ચાલે..
મનનો કોઈ વિકાર નથી જોઈતો.

જે કહેવું હોય એ સ્પષ્ટ કહો..
એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો.

– ખલીન ધનતેજવી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *