લગ્નપ્રસંગે અપાતા માઁ માટ (માં માટલું) નું મહત્વ
લગ્નપ્રસંગે અપાતા માઁ માટ (માં માટલું) નું મહત્વ
ગુજજુમિત્રો, ગુજરાતી સંસ્કૃતિ નો ઉજ્જવળ ભાગ છે આપણા રિવાજો અને લગ્નપ્રસંગો. આજે હું તમને આપણાં લગ્નપ્રસંગે કન્યાની માતા તરફ થી આપવામાં આવતા માં માટલાના મહત્ત્વ વિષે જણાવવા માગું છું. આ નાનકડી માટલી નું રહસ્ય જાણશો તો તેની પાછળ રહેલા પ્રેમ અને આશીર્વાદ થી તમારું હૈયું ભીંજાઈ જશે.
🟢મારા અનેક જન્મના પુણ્યનો ઉદય થયો ને મારા ઘરે લક્ષ્મી સ્વરૂપે દિકરી આવી અને તેથી જ કન્યાદાન નો અમુલ્ય લ્હાવો અમને મળ્યો.
🟢આંખોમાં આંસુ ના સમુદ્ર રોકીને તને વિદાય આપી રહી છું , અને સાથે મમતા સ્વરૂપે માઁ માટ (માટલું ) અર્પું છું.
🟢તારા જન્મથી આજ સુધી મે પ્રત્યેક ક્ષણને સંસ્મરણો બનાવી હ્રદય મા સમાવી છે, તને આશિષ આપું છું કે, તું સદા મહેકતી રહે.
🟢માઁ માટ (માટલું ) મા મગ જેવી વસ્તુઓ ભરી સદા તારું માંગલ્ય ઈચ્છું છું.
🟢માઁ માટ (માટલું ) મા મીઠાઈ મુકી ઈચ્છું છું કે તારું જીવન સદા મીઠાશથી ભરેલુ રહે,
🟢ઉપર લીલુ વસ્ત્ર મુકી, ઢાંકી એ જ કામના કરીશ કે તારા ઘરે સદા લીલા લહેર રહે.
🟢તારા ઘરે હંમેશા લક્ષ્મીનો વાસ રહે.
🟢માઁ ના હ્રદયની મમતાની ધારને એક માટલામાં કેમ સમાવી શકાય ? એટલે માઁ માટ (માટલું ) માં શુકન વંતી વસ્તુઓ સાથે મારી મમતા ભરું છું.
🟢મારા અંતરના આશિષ ભરું છું , કે તુ તારા ઘરે સદા સુખી રહે, તારુ સૌભાગ્ય અખંડ રહે.
🟢દૂધમાં સાકર ભળે તેમ ત્યાં સંપીને સાથે ભળી જજે. સૌની સેવા કરી બન્ને કુળનું નામ રોશન કરજે.
🟢માઁ માટ (માટલું ) એ માત્ર ધાતુનું વાસણ નથી, માઁ ની મમતાનું અમુલ્ય પ્રતિક છે.
Also read: ગુજરાતી સારસ્વત પરિચય : મહાન લેખકો અને કવિઓ