સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાના ૧૧ ફાયદા
તામ્રજળ
આયુર્વેદ જણાવે છે કે તાંબાનું પાણી શરીર ના ઘણા દોષો ને શાંત કરે છે. તેમજ આ પાણી થી શરીર ના ઝેરી તત્ત્વોને દૂર કરી શકાય છે. પાણી ને તાંબા ના વાસણ માં ઓછામાં ઓછા આઠ કલાક સુધી રાખવું જોઈએ.તાંબા ના વાસણ માં સંગ્રહિત પાણી તામ્રજળ તરીકે ઓળખાય છે. તાંબાના વાસણ માં રાખેલું પાણી સંપૂર્ણ શુદ્ધ માનવામાં આવે છે. તે તમામ પ્રકારના બેક્ટેરિયા ને મારી નાખે છે. ચાલો વાંચીએ : તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા
તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા
૧. તે ઝાડા, કમળો, મરડો જેવા રોગો સાથે લડવા માં ખૂબ મદદગાર છે.
૨. પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી અને કબજિયારતગી ગ્રસ્ત વ્યક્તિ ખૂબ જ જડપથી આ સમસ્યાથી છૂટકારો મેળવે છે. તેમજ આ પાણી પીતા રહેવાથી ક્યારેય કોઈ સમસ્યા થતી નથી.
૩. તાંબા માં સંગ્રહિત પાણી પીવાથી કેન્સર સામે લડવાની ક્ષમતા વધે છે કારણકે તેમાં કેન્સર વિરોધી તત્ત્વો હોય છે.
૪. જો શરીર ના ઘા આંતરિક કે બાહ્ય હોય તો તામ્રજળ પીવાથી તે જલ્દીથી રૂઝાઈ જાય છે.
૫. તાંબું શુદ્ધિકરણ માટે જાણીતું છે. તે પાણીની અશુદ્ધિઓ ને અને કેટલાક ઝેરી કીટાણુઓ ને નષ્ટ કરી દે છે.
૬. તામ્રજળ પીવાથી આંતરડાની ગંદકી સાફ થઈ જાય છે. પેટ સાફ રહેવાથી 80% બીમારી દૂર થઈ જાય છે.
૭. તાંબા ના વાસણ માં રાખેલું પાણી પીવાથી લોહી નું શુદ્ધીકરણ થાય છે અને રૂધિર ને લગતા રોગો થી રક્ષણ મળે છે.
૮. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
૯. શરીર ની આંતરિક સફાઈ કરવામાં અસરકારક છે.
૧૦. કીડની અને લીવર ના સ્વાસ્થ્ય માં સુધારો કરે છે.
૧૧. તાંબા ના વાસણ માં રાખેલું પાણી પીવાથી કોઈપણ પ્રકારના ચેપી રોગો નો સામનો કરવામાં મદદ મળે છે.
Also read: કોલેસ્ટ્રોલ ઘટાડવાના અકસીર ઉપાય