વિચારું છું કાલે એક રજા લઉં….
વિચારું છું કાલે એક રજા લઉં….
થોડીક આળસ ની પણ મજા લઉં….
પણ શરુઆત ક્યાંથી કરું?
છે થોડીક જવાબદારીઓ એને ક્યાં મૂકું ?
આંખ ખોલું ને મને પણ “ચા” હાથ માં મળે….
મને પણ મારા સપના માંથી અચાનક જાગવાની મજા મળે.
ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે…
મને પણ મીઠું જરા ઓછું છે કહેવાનો મોકો મળે.
લંચ ના બનાવાનો બ્રેક મળે….
મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો સમય મળે
કામ કરતી હઉં ને મને પણ કોઈ પૂછવા આવે…
ગરમાગરમ “ચા પીશ? નો જવાબ આપવાની તક મળે.
સાંજ નું જમવાનું કોઈ મને પૂછી ને બનાવે….
મને પણ મનગમતું જમવાનો અવસર મળે
આવી એક રજા મળે….
તો મને પણ માણવી ગમે.
સાલુ રોજ વિચારું આજે રજા લઉં…
ને કાલે લઈશ ….કહીને ફરી કામે લાગી જઉ…
વિચારું છું કાલે એક રજા લઉં….
થોડીક આળસ ની પણ મજા લઉં….
Read more Gujarati poems here.