ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ

(૧) પાણીપુરીની દુકાન લોકડાઉનમાં બંધ હતી. શટર પર લખ્યું હતું, ઓનલાઇન ઓર્ડર આપવા માટે નીચેના નંબર પર ફોન કરો.
ફોન કર્યો તો જવાબ આવ્યો:- હળવેથી શટર ઊંચું કરીને અંદર આવી જાવ.
આનું નામ અમદાવાદી બિઝનેસમેન.

(૨) સોસાઈટીની લગ્નની વાડીની બહાર એક પાડોશી હાથના નોટ લઈને કૈંક લખતા હતા. એક ઓળખીતા આવ્યા એટલે પૂછ્યું:- કેમ જમવા નથી આવવું?
ભાઈએ કહ્યું:- મને આમંત્રણ નથી, પણ તમે જલ્દી જમી લો. ૫૦ થઇ જાય એટલે પોલીસને ફોન કરું છું.

ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ

(૩) સવારે સવારે દૂરથી મે એક કામવાળી બાઈને બિલ્ડીંગ માં પ્રવેશ કરતા જોઈ. અગલે દિવસે જ મિટિંગમાં ઠરાવ કરીને કામવાળા-વાળીઓને રાખવાની મનાઈ કરવામાં આવી હતી.
મે વોચમેન ને બોલાવીને ખખડાવ્યો કે તે એક કામવાળી બાઈ ને બિલ્ડીંગ માં પ્રવેશ કેમ આપ્યો
વોચમેન કહે:- ધીમે બોલો શેઠ. સાંભળી જશે તો ડખો થઇ જશે. એ તેર માં માળ વાળા શેઠાણી હતા તે કચરો નાખવા બહાર ગયા હતા
હું પછી કઈ જ બોલ્યો નહિ…????
હવે બહુ થયું…. હવે બ્યુટી પાર્લર ચાલુ કરીજ દેવા જોઈએ.

ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ

(૪) લગ્ન પછી કાયમ વાત વાતમાં ઝગડા કરતા એક દંપતીએ નક્કી કર્યું કે બંને સાથે આત્મ હત્યા કરી લઈએ.
તેઓએ એક ઊંચા બિલ્ડિંગમાંથી કૂદી પડવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ ટોચ પર પહોંચ્યા, ત્યારે બંનેએ ગણતરી કરી .. 1-2-3 અને પુરુષ કૂદી ગયો,
પણ સ્ત્રી ઊભી રહી. તેણીએ તેને લગભગ 8 સેકંડ સુધી ડ્રોપ થતા જોયા અને પછી જોયું કે પતિએ પેરાશૂટ ખોલ્યું … ???? હવે સવાલ એ છે કે …..બેમાંથી કોણે છેતરપિંડી કરી?

(૫) દરેક બહેનોને આગ્રહ ભરી વિનંતી છે કે..રાંધતી વખતે વોટ્સ એપ ના જુએ..
મીઠું મરચું હળદર વ્યવસ્થિત નાખે. જો એકય ઓછું હશે તો બિચારો..પતિ આખો દિવસ ટેન્શન માં વિતાવશે. સાલો સ્વાદ નથી આવતો…કીધા વગર બિચારો ટેસ્ટિંગની લાઈન માં ઊભો રહશે… અને જરૂર વગર નંદવાઈ જશે. ????????????

પારિજાત ના પાન નો ઉપયોગ કરીને દુખાવા અને ખરજવામાં રાહત

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *