૧૦ નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ

સુવિચાર

૧૦ નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ

ગુજજુમિત્રો, આજે હું તમને નાની નાની ૧૦ ગુજરાતી બોધ કથાઓ શેર કરી રહી છું. આ દરેક કથા વાંચ્યા પછી બે મિનિટ માટે વિચાર કરજો કે આપણા જીવનમાં તેનો બોધ પાઠ કેવી રીતે લાગુ કરી શકાય. બહુ જ માર્મિક કથાઓ છે અને મને વિશ્વાસ છે કે તમને વાંચીને આનંદ થશે.

નાનકડી કથા-૧
માતાનાં નામે હતી તે જગ્યા પોતાના નામે કરી લેવાની ઈચ્છા થી બંને ભાઈઓ મા પોતાના ઘરે રહે ,તે બાબત ને લઈને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા.તેઓએ મા ને પૂછ્યું તો મા એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું,તેના નામ જે બતાવી આપે,તેના ઘરે હું જ ઈશ.બંને ભાઈ ઓ નીચું જોઈ ગયા.

નાનકડી કથા-૨
ભણવા માટે દૂર ગયેલા દિકરા એ માતાને પત્ર લખ્યો,કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં.પત્ર વાંચી ને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુ થી શાહી બગડેલી હતી.

નાનકડી કથા-૩
દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે, દાદા પડી ન જાય.દાદા હસીને બોલ્યા, હું કઈ પડતો હોય,મારી પાસે બે લાકડીઓ છે.

દાદા ની વ્હાલી દીકરી

નાનકડી કથા-૪
કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાં ના વાસે રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધો.કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં.

નાનકડી કથા-૫
ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા,તે જોઈને રાત્રે દિકરી એ પિતાજીના પીઠ પર માલીશ કર્યું.આ જોઈએ દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાં થી થાળીમાં.

નાનકડી કથા-૬
પિતાજીના ગયાં પછી સંપત્તિ ની વહેચણી કર્યા બાદ ઘરડી મા ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી ,હું ખૂબ નસીબદાર છું,મારા ભાગે તો જીવન આવ્યું છે.

નાનકડી કથા-૭
ગઈકાલે મારો છોકરો મને કહે, પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમકે તમે પણ કદી દાદા દાદી ને છોડીને ગયા નથી.આ સાંભળી ને મને મારા વડીલો ની મિલકત મળી ગયાં નો આનંદ થયો.

નાનકડી કથા-૮
તેના પતિ ના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા.જતા જતા પરાણે ૫૦૦૦રુ.તેના હાથ માં આપ્યા અને કહ્યું લગ્ન માં બહેન ને દક્ષિણા આપવાની રહી ગઈ હતી.તે દિવસે મળેલી બધી ભેટો માં આ શ્રેષ્ઠ હતી.

નાનકડી કથા-૯
આજે ઓફિસ થી છૂટી ને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી,પણ સાસુજી ને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ.જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજી એ કહ્યું ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું.

padma

નાનકડી કથા-૧૦
સાંજના સમયે સુમતીબેન માળા ફેરવતા હતા, ત્યાં છોકરો નોકરી એ થી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલ ની સુગંધ આવી .તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાં માં નાખી ને આવશે.પણ ત્યાં તો તેણે જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમા મોગરાના ફૂલ હતાં.ભગવાન પણ ગાલમાં હસતાં હતાં.

Also read :શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *