શ્યામ હવે તો કૃપા કરો
ગુજજુમિત્રો, માનવજાતિ માટે બહુ કપરો કાળ બનીને આવ્યો છે કોરોના નો વાયરસ. લોકો પોતાના સ્વજનો ને ગુમાવી રહ્યા છે. હા, દવાની અસર પણ થઈ રહી છે અને લોકો સાજા થઈને ઘરે પણ આવી રહ્યા છે. એકંદરે આ સમય અઘરો છે અને જ્યારે કોઈ કઈ ના કરી શકે ત્યારે ભગવાન જ સહારો છે. ચાલો એકસાથે પ્રાર્થના કરીએ કે શ્યામ હવે તો કૃપા કરો.
ખૂટ્યાં છે ખાટલા ને ખૂટ્યા છે બાટલા
શ્યામ હવે તો કૃપા કરો
તૂટ્યાં છે શ્વાસને ખૂટ્યા છે વિશ્વાસ
ડાકોર વાળા હવે ડર દૂર કરો
દિલમાંથી ખૂટી છે દુઆ ને ખૂટી છે દવા
રણછોડરાય હવે રહેમ કરો
ખૂટ્યાં છે પાટલા ને ખૂટ્યા છે લાકડા
મુરલીધારી મહેર કરો
108 ગણવાની ભૂલી 108 મંગાવવી પડી
શ્રીજી બાવા હવે કૃપા કરો
મંદિર મસ્જિદ માં મોકળાશ અસ્પતાલ ઉભરાઈ
શામળિયાજી હવે મહેર કરો.
કોઈના સ્વજન ગયા, કોઈના માવતર
કૃપાનાથ હવે કૃપા કરો .
શ્યામ અમીદ્રષ્ટિ કરો વિશ્વ પર વાત્સલ્ય કરો ,
ઘનશ્યામ હવે તો કૃપા કરો.
બન્યો છે “રતુ” છોરું કછોરું માફ કરો,
માવતર છો તમો વાત્સલ્ય થી પ્યાર કરો.
આપ કૃપા કરી સમગ્ર વિશ્વ પર ,
“કોવિડ” માંથી દૂર કરો.
Also read : તમારા સુખ-દુઃખ માં ભગવાન નો ભાગ : શામજી ના જીવનની વાર્તા