હું ક્યાં સિનિયર સિટિઝન છું!
હું ક્યાં સિનિયર સિટિઝન છું!
ગુજજુમિત્રો આજે હું તમને એક મસ્ત કવિતા શેર કરવા માગું છું. તમારા ઘરના સીનીયર સીટીઝન ને આ કવિતા સંભળાવો અને તેમને જણાવો કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે.
ઉંમરથી વયસ્ક છું ભલે
પણ કાર્યશક્તિનો ગુલદસ્તો છું⛹️♂️
હું ક્યાં સિનિયર સિટિઝન છું…
બજાર જવાનો શોખ મારો
ચીજ વસ્તુઓ લઈ આવું છું
શાક પાન કે રાશન વસ્તુ????????️
દોડતો લઈ આવું છું
હું ક્યાં સિનિયર સિટિઝન છું….
નાના મોટાને સાથે રાખી????????????????
સૌને રાજી રાખું છું????
પડે જો કોઈ કામ તો
સૂતો ઉભો થઇ જાઉં છું
હું ક્યાં સિનિયર સિટિઝન છું….
જીભના મેં સ્વાદ જાળવ્યા????
નિતનિત વાનગી કરાવું છું
વાર તહેવાર કે મેળા ઉત્સવ????
મોજથી હું માણું છું
હું ક્યાં સિનિયર સિટિઝન છું. …
નિવૃત્તિનો ભલે છે સમય આ
ઠાઠ માઠથી જીવું છું.????????♂️
ઘરના સૌને રાજી રાખી
એમના પ્રેમ કસૂમ્બા પામું છું????
હું ક્યાં સિનિયર સિટિઝન છું…
તબિયત મારી ઘોડા જેવી????
બગડે નહિ તે જાળવું છું
નાની મોટી ઉપાધિઓ ને
હડસેલી હું જીવું છું.➡️
હું ક્યાં સિનિયર સિટિઝન???? છું…,
અરજ મારી એક જ પ્રભુને
ઉંમર મારી જેટલી રહે
હૃદયના ભાવ બદલે નહિ ને????
વિચરેલો વૃદ્ધ હું ના બનું….
Read more poem here.