બારાખડી નો ઢ ઉપમા તરીકે કેમ વપરાય છે?
બારાખડી નો ઢ ઉપમા તરીકે કેમ વપરાય છે?
ગુજજુમિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કલાસમાં નબળા વિદ્યાર્થીને સામાન્ય રીતે સાવ ‘ઢ’ છે એમ ઉપમા અપાતી હોય છે. પણ બારાખડી નો ઢ ઉપમા તરીકે કેમ વપરાય છે?
હવે આપણો સવાલ : ‘ ઢ ‘ જ શા માટે? ‘ક’, ‘ખ’ ‘ગ’ કે કોઈ અન્ય મૂળાક્ષર શા માટે નહીં?
આ રહ્યો જવાબ : ગુજરાતી ભાષાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે એ આપ સૌ જાણો છો. સંસ્કૃતમાંથી પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને છેલ્લે અર્વાચીન ગુજરાતી.
તમને એ જાણીને નવાઈ લાગશે કે આજ સુધીના ગુજરાતી ભાષાના તમામ સંસ્કરણોમાં માત્ર ઢ વર્ણ એવો ને એવો જ રહ્યો છે. તેનો આકાર ક્યારેય બદલાયો નથી. અનેક ભાષાકિય પરિવર્તન બાદ પણ ઢ મૂળાક્ષર ‘ઢ’ જ રહ્યો, બાકીના બધા થોડા ઘણાં બદલાયા.
એટલે જ કોઈ શિક્ષકે ક્યારેક કોઈ એવો વિદ્યાર્થી કે જે સતત જ્ઞાન આપવા છતાં બદલાતો જ નથી, એવો ને એવો મૂઢ જ રહે છે એના માટે ‘ઢ’ ઉપમા વાપરી હશે! આ એવા લોકો છે જેમની અંદર શીખવાની કે પોતાના માં પરિવર્તન કરવાની દાનત નથી અને આવડત પણ નથી. જો કે મોટાભાગે આ શબ્દ ને લોકો મજાક માં લઈ લેતા હોય છે.
કેવા જ્ઞાની હશે એ શિક્ષકો જે આવી ચતુરાઈભરી ઉપમા શોધી લાવ્યા હશે!
Also read : બાલ્કની ગાર્ડન એટલે પ્રકૃતિની બારી