ભારતના ૧૨ ગામડાઓની આશ્ચર્યજનક વાતો
ગુજ્જુમિત્રો આજે હું તમને ભારતના ૧૨ ગામડાઓની આશ્ચર્યજનક વાતો જણાવીશ . તમને ખબર છે કે ભારતના ગામડા ભારતની સંસ્કૃતિની શાન છે. આપણાં દેશની સુંદરતા અને ગરિમા ના પ્રતીક સમય આ ગામડાઓ માંથી અમુક ગામડાં એવા છે જે બહુ ખાસ છે. કેવી રીતે? એ જાણવા માટે વાંચો, ભારતના ૧૨ ગામડાઓની આશ્ચર્યજનક વાતો :
૧. શનિ શિંગળાપુર, મહારાષ્ટ્ર.
આખા ગામના બધા મકાનો દરવાજા વિનાના છે. પોલીસ સ્ટેશન પણ નથી અને ચોરીઓ પણ નથી થતી.
૨. શેટફલ, મહારાષ્ટ્ર.
ગામના લોકો તેમના પરિવારના સભ્યો તરીકે દરેક પરિવારમાં સાપ ધરાવે છે. હા, તેઓ સાપ પાળે છે!
૩. હાઇવર બઝાર, મહારાષ્ટ્ર.
આ ભારતનું સૌથી શ્રીમંત ગામ છે. તેમાં 60 કરોડપતિ છે. ત્યાં કોઈ ગરીબ નથી. તેની જીડીપી સૌથી વધુ છે.
૪. પાનસારી, ગુજરાત.
ભારતનું સૌથી આધુનિક ગામ છે. બધાં ઘરોમાં સીસીટીવી અને WiFi છે. બધા રસ્તાઓ અને ગલીઓ પર બધી સ્ટ્રીટ લાઇટ, સોલર પાવરથી ચાલે છે.
૫. જામબર, ગુજરાત.
આ ગામના બધાં લોકો ભારતીય છે પરંતુ બધા આફ્રિકનો જેવા દેખાય છે. તેથી આ ગામનું હુલામણું નામ છે, આફ્રિકન ગામ.
૬. કુલ્ધારા, રાજસ્થાન.
આ રાજસ્થાનનું ભૂતિયા ગામ છે. ત્યાં કોઈ જ રહેતું નથી. ગામનાં લોકોએ પોતપોતાનાં ઘર ત્યજી દીધા છે.
૭. કોડિની, કેરેલા.
આ એક એવું ગામ છે જ્યાં મોટાભાગે જોડિયા બાળકો જન્મ લે છે. આ ગામમાં 400 થી વધુ જોડિયા બાળકો છે!
૮. મટ્ટુર, કર્ણાટક.
આ ગામ ૧૦૦% સંસ્કૃત ભાષી છે. એટલેકે ગામના લોકો એકબીજા સાથે હંમેશા સંસ્કૃતમાં વાતચીત કરે છે..
૯. બરવાન કાલા, બિહાર.
આ ગામની એક અજીબ વાત એ છે કે તે કુંવારાનું ગામ છે. અહીં છેલ્લા 50 વર્ષથી કોઈના લગ્ન જ નથી થયા!
૧૦. મેવાલિનોંગ, મેઘાલય.
આ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. ભારત માટે આ એક ગૌરવની વાત છે. વળી, અહીં નાના ખડક પર એક સુંદર બેલેન્સિંગ વાળો વિશાળ પથ્થર પણ છે.
૧૧. રોંગડોઇ, આસામ.
આ ગામના લોકો એવું માને છે કે દેડકાના લગ્ન કરવાથી વરસાદ આવે છે! તેથી વરસાદ મેળવવા માટે દર વર્ષે દેડકાના લગ્ન ગોઠવવામાં આવે છે!
૧૨. કોરલાઇ ગામ, રાયગઢ, મહારાષ્ટ્ર.
મહારાષ્ટ્રનું આ એકમાત્ર એવું ગામ છે જેમાં તમામ લોકો પોર્ટુગીઝ ભાષા બોલે છે.
ગુજ્જુમિત્રો જો તમને આવી અવનવી વાતો વાંચીને આનંદ મળ્યો હોય તો તમારા સ્નેહીજનોને આ પોસ્ટની લીંક જરૂરથી મોકલજો.