જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા

ગુજરાતી બાલ કથા

જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા

એક માણસે કુતરાના કાનમાં કાંઈક કીધુ, કૂતરાએ આપઘાત કર્યો.

જંગલમાં ખળભળાટ મચી ગયો.!

બધાં જાનવરો ચિંતાતુર થઈને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે એવું તો માણસે આપણાં ભોળા અને વફાદાર પ્રાણી ને શું કહ્યું?

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવ્યું કૂતરાને ગાળ દિધેલી. સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું. “તું માણસ જેવો છે” એવી હીન કક્ષાની ગાળ દીધી હતી, જેથી કૂતરાને લાગી આવ્યું.

સિંહે સભા બોલાવી, કાગડાના આગેવાનોએ જણાવ્યું “શ્રાધ્ધ ખાવાનો સામુહિક બહિષ્કાર કરી અને માણસના પિતૃ પદેથી પણ રાજીનામું આપવું.”

ત્યાં વચ્ચે શિયાળ બોલી ઊઠયું કે “અમે એક પણ વખત લુચ્ચાઈ કર્યાનો દાખલો નથી છતાં બિજા ધોરણથી
‘લુચ્ચો શિયાળ’ પાઠ ભણાવે છે, જે તાકીદે અભ્યાસક્રમમાથી દુર કરવો.”

ત્યાં વાંદરાએ સોગંદનામું સિંહના હાથમાં ધરતાં જણાવ્યું કે “અમો માણસના પૂર્વજો હોવાનો માણસોનો દાવો પાયા વિહોણો અને અમોને બદનામ કરવાનો કારસો છે તેની નોંધ લેવી.”

Statue of Unity
શ્રી પદ્મ ટ્રાવેલ્સ ની સર્વિસ … ગુજરાતની નંબર ૧ સર્વિસ!!

બધા પ્રાણીઓનો કોલાહલ વધી ગયો થોડી અવ્યવસ્થા સર્જાઈ, આ જોઈ સિંહ તાડૂક્યો, “જો તમારે માણસવેડા કરવા હોઈ તો જવા દયો, મારે જંગલને શહેર નથી બનાવવું…”

આ ગુજરાતી વ્યંગકથા એક નાની કથા છે પણ સ્વાર્થી મનુષ્યો નું સચોટ ચિત્ર રજૂ કરે છે. મને આશા છે કે ભલાઈમાં માનનારા લોકો ને આ કથા ગમી હશે, અને બાકી ના લોકો શીખ લેશે.

વધુ વાંચો : બરોડા ના એક રિક્ષાવાળાની ફાઈવ સ્ટાર સર્વિસ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *