બ્રોકોલી આલમન્ડ સૂપ : હેલ્ધી અને ટેસ્ટી

બ્રોકોલી આલમન્ડ સૂપ

બ્રોકોલી આલમન્ડ સૂપ : હેલ્ધી અને ટેસ્ટી

બ્રોકોલી આલમન્ડ સૂપ આજકાલ લોકો ને બહુ જ પસંદ આવે છે તેનું કારણ છે જાગરૂકતા. હા, લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગરૂક થઈ ગયા છે. બધાં ને ખબર પડે છે કે બ્રોકલી બહુ જ હેલ્ધી સુપરફૂડ છે અને બદામ બહુ ગુણકારી. આ બંને થી બનાવેલો સૂપ સોનામાં સુગંધ જેવો છે. ચાલો જાણીએ તેની વિધિ.

સામગ્રી

૧.બ્રોકોલી ૨૫૦( બાફી ને નિતારો)
૨. બદામ ૧૦/૧૨ પલાળેલી, નિતારી,ક્રશ કરી બાજુ પર રાખો
૩. બદામ ૬ ઝીણી કતરણ
૪. કાપેલી ડુંગળી ૧
૫. મેંદો ૨ ચમચી
૬. કોર્ન ફ્લોર ૧ ટી સ્પૂન
૭. દૂધ ૧ ગ્લાસ
૮.મલાઈ ૨ ટી સ્પૂન ( હલાવીને એકરસ કરવી) ગાર્નિશીગ માટે
૯. મીઠું
૧૦. મરી પાવડર
૧૧. માખણ ૨ ટી સ્પૂન/ જૈતુન તેલ( ઑલીવ ઑઈલ)
૧૨. ઝીણું સમારેલું લસણ,વાટેલા લવિંગ

broccoli

બ્રોકોલી આલમન્ડ સૂપ ની વિધિ

  • સૌ પ્રથમ એક પેનમાં ૨ ટી સ્પૂન માખણ/ ઓલીવ ઓઈલ મૂકી ગરમ કરો.
  • કોર્ન ફ્લોર, દૂધ મિક્સ કરી બનાવેલ ઘોળ નાખો. ધીમા તાપે ગેસ રાખી સહેજ હલાવતા રહો.
  • મિક્સરમાં બાફેલી બ્રોકોલી, ડુંગળી,લસણ નાખી જરુરીયાત મુજબ પાણી ઉમેરી મિકસ કરો.
  • પલાળેલી બદામ અધકચરી વાટો. બંને ઘોળમા મિક્સ કરો.
  • સ્વાદનુસાર મીઠું,૧ ટી સ્પૂન મરી પાવડર નાખી ઉકાળો. લવિંગ ભૂકો ઉમેરો.
  • બાઉલમાં કાઢી ઉપર મલાઈ રેડી પીરસો.

Also read : બાલ્કની ગાર્ડન એટલે પ્રકૃતિની બારી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *