બધું તણાઈ ગયું : આપણી સંસ્કૃતિ અને સભ્યતા

બધું તણાઈ ગયું

બધું તણાઈ ગયું : આપણી સંસ્કૃતિ અને સભ્યતા

બધું તણાઈ ગયું
આવો ગયું,
પધારો ગયું
અને નમસ્તે પણ ગયું,

“હાય” અને “હેલ્લો” ના હાહાકારમાં,
સ્નેહ ભીના શબ્દો ગયા.
મહેમાન ગયા,
પરોણા ગયા,
અને અશ્રુભીના આવકાર પણ ગયા,

“વેલ કમ” અને “બાય બાય” માં
લાગણીઓ તણાઈ ગયા.

કાકા ગયા,
મામા ગયા,
માસા ગયા,
અને ફુવા પણ ગયા,
એક “અંકલ” ના પેટમાં
એ બધા ગરકાવ થયા.

કાકી, મામી,
માસી, ફોઈ,
ને સ્વજનો વિસરાઈ ગયા,
એક “આંટી” માં બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો,
પંખી બધા વેરવિખેર થયા,
હું ને મારા માં
બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા,
લગ્નના ફટાણા ગયા,
ડીજે ને ડિસ્કોના તાન માં
બધા ગરકાઈ ગયા.

આઈસ્ક્રીમના આડંબરમાં
મીઠા ગોળ ને ધાણા ગયા.

લાપસી ગયા, કંસાર ગયા,
ખીર અને ખાજા ગયા,
“કેક” ના ચક્કરમાં
બધા ફસાઈ ગયા.

માણસ માંથી માણસાઇ
ને સંબંધ ગયા
ને કામપૂરતા માત્ર
મોબાઈલ નંબર રહી ગયા……

બધું તણાઈ ગયું
આવો ગયું,
પધારો ગયું
અને નમસ્તે પણ ગયું.

Visit daily: http://gujjumitro.com/

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *