તારી તો ભલી થાય કોરોના!!!
તારી તો ભલી થાય કોરોના!!!
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીને
બેન્કમાં જઈશ અને કેશિયર પાસેથી
રૂપિયા કઢાવી લાવીશ !
તારી ભલી થાય કોરોના!!!
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી હશે
અને ધનવાનો માટેની ફ્લાઈટો
પર પ્રતિબંધો હશે !
તારી ભલી થાય કોરોના !
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે લોકોના પેટમાં જેટલો આલ્કોહોલ ગયો છે
એના કરતાં દસ ગણો આલ્કોહોલ
હાથ ધોવામાં વપરાઈ જશે !
તારી ભલી થાય કોરોના !
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે જુવાન છોકરા-છોકરીઓ
માત્ર ‘ઘરનું’ ખાવાનું ખાઈને
છ-છ મહિના લગી જીવતા રહી શકશે!
તારી ભલી થાય કોરોના !
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે જે ઘરમાં છેલ્લા 50 વરસમાં
કદી એક ગાળ નથી બોલાઈ
એ જ ઘરના ટીવીમાં, વેબસિરિઝોમાંથી
આટલી બધી ગાળો સંભળાશે !
તારી ભલી થાય કોરોના!!!
અને સપનામાં કોણે વિચારેલું ?
કે બિચારું છાપું કોરોના વાયરસનો બોમ્બ હોય
એમ લોકો એનાથી ડરશે !
તારી ભલી થાય કોરોના !
અને હા, સપનામાં ય નહોતું વિચાર્યું…
કે એક ચાઇનિઝ આઈટમ
આટલી ‘ટકાઉ’ નીકળશે !
તારી તો ભલી થાય કોરોના!!!