એક ગઝલ, મિત્રતાને નામ
ગુજ્જુમિત્રો, મિત્રતાને નામ એક ગઝલ અહીં પોસ્ટ કરું છું. તમારા મિત્રને યાદ કરીને આ ગઝલ વાંચો અને વાંચીને તમારા એ જ મિત્રને આ પોસ્ટની લીંક મોકલો!
ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે,
મિત્રોને નિહાળીને, ઊર્જા મળે છે.
નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે.
ખસું છું હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે.
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં, શાતા મળે છે.
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે.
ડૂબું છું આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે.
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે.
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના ખભા મળે છે.