મેંદાની વધુ પડતી વાનગીઓ ખાવાથી શું નુકસાન થાય?
મેંદાની વધુ પડતી વાનગીઓ ખાવાથી શું નુકસાન થાય?
મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. દેખાવમાં ભલે આકર્ષક અને સ્વાદમાં લાજવાબ લાગતી હોય પણ આવી વાનગીઓથી ચેતજો. મેંદાથી બનાવેલાં નાન, ભટુરા, કેક, કુકીઝ, બ્રેડ, પીત્ઝા, મોમોસ, સ્વિસ-ફ્રેન્ચ રોલ્સ, નૂડલ્સ, પાસ્તા, જલેબી, ગુલાબજાંબુ વગેરે ખાવાનું ટાળવું. પણ પહેલા તો એ સમજીએ કે મેંદો કઈ રીતે બને છે.
મેંદો કેવી રીતે બને છે?
ઘઉંનું પ્રોસેસિંગ થાય ત્યારે એમાંથી ફાઇબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ તથા મેન્ગેનીઝ નીકળી જતાં જે કચરો વધે છે એ જ છે મેંદો, અને એમાં જે સફેદી આવે છે એનું કારણ કેમિકલ બ્લીચ છે. મેંદાને વધારે સફેદી અને ચમક આપવા માટે ઘઉંને પીસી લીધા બાદ બેન્ઝોઇલ પેરોક્સાઇડ નામના કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. મેંદાને તૈયાર કરવા માટે કેલ્શ્યિમ પર ઓક્સાઇડ, ક્લોરીન ડાઇ ઓક્સાઇડથી બ્લીચિંગ કરવામાં આવે છે.
મેંદાના પાચન થતાં કેટલીવાર લાગે છે?
સામાન્ય ખોરાક શરીરમાંથી બહાર નીકળતા 24 કલાક લાગે છે, અને જો ફ્રુટ કે દૂધ લીધું હોય તો 18 કલાકમાં પચે છે અને જો આહારમાં મેંદાની કોઈ વસ્તુઓ લેવામાં આવે તો એને પચતા અધધધ 65 કલાક જેવો સમય લાગે છે પરિણામે આટલા સમય સુધી મેંદો આંતરડાની દીવાલને ચોંટેલા રહે છે, દિવાલને નુકસાન પણ કરી શકે, સાથે પોષક તત્વોને પણ નુકસાન પહોંચાડે છે, પીઝા, સેન્ડવીચ,અને જંક ફૂડ પર વધેલા ચલણને પગલે છેલ્લા પાંચ વર્ષમાં પેટ અને આંતરડાના રોગોમાં ઘણો વધારો થાય છે.
મેંદાની વાનગીઓ વધુ પડતી ખાવાથી નીચે મુજબના નુકસાન થાય છે
પેટ માટે ખરાબ
મેંદો ખૂબ ચીકણો અને સ્મૂધ હોઈ અને તેમા ડાઇટ્રી ફાઇબર ન હોવાના કારણે પચાવવામાં મુશ્કેલી થાય છે. જે કારણથી તે આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓ માટે ખતરો બને છે. માટે મેંદાની વાનગીઓનું વધુ પડતું સેવન કરવાથી કબજિયતાની સમસ્યા રહે છે.
કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા વધારે
મેંદામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાના કારણે સ્થૂળતા વધે છે માટે મેંદાની વાનગીઓ નું વધારે સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર વધે છે.
ડાયાબિટીસ થવાની સંભાવના
મેંદાની વાનગીઓના વધુ સેવનથી આપણા લોહી ના પ્રવાહમાં જલ્દીથી સુગરનું સ્તર વધી જાય છે અને મેંદામાં ગ્લયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે જેના લીધે શરીરમાં સુગરનું સ્તર તે વધારી દે છે. કોઈ વાર આપણું શરીર મેંદો પચાવી લે છે પણ વધારે સેવન કરવાથી ઈસુલિત નું ઉત્પાદન ધીમે ધીમે ઓછું થઇ જાય છે અને આવામાં ડાયાબિટીસ થઈ શકે છે.
રોગ પ્રતિકારક શક્તિ
મેંદાની વાનગીઓનું વધુ સેવન કરતા રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઇ જાય છે જેનાથી બીમારી થવાની શક્યતા વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે મેંદાની વાનગીઓ ખૂબ ઓછું સેવન કરવું જોઇએ. આ ઉપરાંત પણ મેંદાની વાનગીઓના વધુ પડતાં સેવનથી અન્ય ઘણી સમસ્યાઓ આવી શકે. શક્ય હોઈ ત્યાં સુધી મેંદાની વાનગીનો ત્યાગ કરીએ.
પાચનતંત્ર નબળું થાય છે
આંતરડામાં ચોંટીને એ આમ ઉત્પન્ન કરે છે, જેને લીધે સાયનસ માર્ગમાં વધારે પડતું મ્યુક્સ જમા થાય છે. હોજરીમાં ફુગાવો થાય છે. અર્જીણ પણ થતું જણાય છે. એ પાચનતંત્રને નબળું પાડે છે. એ કબજિયાત કરનાર છે. એના વધુ પડતા સેવનથી ડાયાબિટીસ, અંધાપો, કોલોન તથા રેક્ટમનું એટલે કે આંતરડાનું કેન્સર, પાઇલ્સ, વેરીકોઝ, વેઇન્સ, ઓબેસિટી તથા ચામડીના રોગ થાય છે.
Also visit our health section : તંદુરસ્તીની ચાવી
Very nice