મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર

મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર
ગુજજુમિત્રો, મોં ની દુર્ગંધ એક એવી સમસ્યા છે જેને દૂર ના કરો તો લોકો દૂર થી જ વાત કરશે. તમે ગમે તેટલા સારા કપડાં પહેરો, તૈયાર થાઓ, મેક આપ કરો પણ મોંમાંથી આવતી વાસ બહુ ખરાબ impression છોડે છે. આવો આજે તમને અમુક અકસીર ઈલાજ જણાવું.
૧. દાડમની છાલને પાણીમાં ઉકાળીને પાણીથી કોગળા કરવાથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી.
૨. કોથમીર ચાવવાથી પણ મોઢાની દુર્ગંધથી છુટકારો મળે છે.
૩. દિવસમાં એકવાર સરસવના તેલમાં થોડું મીઠું ભેળવીને દાંત અને પેઢા પર માલિશ કરો, દુર્ગંધ દૂર થઈ જશે.
૪. રોજ ચાર-પાંચ તુલસીના પાન ખાઓ અને ઉપરથી પાણી પીવો.

૫. લવિંગને મોઢામાં રાખીને ચૂસવાથી પણ મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
૬. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ચાવવાથી ભોજન સારી રીતે પચી જાય છે અને મોઢામાંથી દુર્ગંધ આવતી નથી.
૭. ખાધા પછી તમારા બ્રશ થી દાંત સાફ કરો.
૮. વધારે પાણી પીવો. વધારે પાણી પીનાર ણાં મોં માં ક્યારેય વાસ નહીં મારે.
Also read : અછબડા ના લક્ષણો અને અકસીર દેશી ઉપચાર