બે ઘડી હસી લઈએ!
બે ઘડી હસી લઈએ!
ખોટું બોલવાથી પાપ લાગે,
પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું !!
બધા કહે છે શિયાળામાં વહેલું ઉઠવું સારું,
પણ ઉઠીને શું મંજીરા વગાડવાના ?
કામ એવું કરો કે મમ્મી કહે,
તું રહેવા દે હું જાતે કરી લઈશ !
ઘડિયાળ તો રોલેક્ષની જ જોઈએ,
બાકી રાડો તો ઘરવાળી રોજ નાખે જ છે !!
આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર નથી,
કેટલાક લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે છે!
કોઈના પ્રેમમાં પડવું એના કરતા,
આ ઠંડીમાં બે ગોદડા ઓઢીને પડી રહેવું સારું !!
૨૦૦૦ ની નોટ અને X RAY રિપોર્ટ
આ બે વસ્તુ માં માણસો ને ભલે ખબર ના પડતી હોય
તો પણ એક વાર ઊંચી કરી ને તો જોવે જ …………
નાક બંધ હોય કે નેટ,
ગુંગળામણ તો સરખી જ થાય !!
અમુક લોકો નાળિયેર કાને રાખીને એટલી વાર ચેક કરે,
કે નાળિયેર પણ અંદરથી બોલે ભાઈ લઇ લે હું જ છું !!
આજકાલના છોકરાઓ પાસે ચા પીવાના પૈસા ભલે ના હોય,
પણ દાઢી એવી રાખશે જાણે જયપુરના કિલ્લાનો રાજા હોય !!
બાટલો અને બાટલીમાં શું ફરક…..?
બાટલો ચઢાવવો પડે ને બાટલી એની મેળે જ ચઢી જાય !!
ઘરનાને ચિંતા છે કે આને કોણ મળશે,
દોસ્તોને ચિંતા છે કે આને હજી કેટલી મળશે !!
જો તમને “બે ઘડી હસી લઈએ” ગમ્યું હોય તો અમારા હાસ્ય મંજરી વિભાગની મુલાકાત અવશ્ય લેજો.
Read more jokes here.