ગુજ્જુભાઈ નો જુગાડ
ગુજ્જુભાઈ નો જુગાડ
જાપાનની એક સાબુની ફેકટરીમાં એકવાર ભૂલથી સાબુના પેકેટમાં સાબુ નાખવાનું ભૂલાય ગયું.
હવે એ સાબુનું ખાલી પેકેટ માર્કેટમાં પહોચી વળ્યું.
હવે પેકેટ ખાલી હોવાથી કંપનીએ ગ્રાહકને પૈસા પાછા આપી દીધા.
આવી ભૂલ બીજીવાર ન થાય એટલા માટે કંપનીએ “60,00,000 રૂપિયા ખર્ચીને એક્સરે અને સ્કેન કરવાના મશીન લગાવ્યા.” જેથી દરેક સાબુના પેકેટનું ચેકિંગ થાય અને ખબર પડે કે તે ખાલી છે કે ભરેલું.
આ જ ભૂલ એકવાર ગુજ્જુભાઈ ની એક ફેક્ટરીમાં થઇ. ટેકનોલોજી ને બદલે ગુજ્જુભાઈ નો જુગાડ કામ આવ્યો.
ફરીવાર આ ભૂલ ન થાય એટલા માટે ફેકટરીના માલિકે પેકિંગ લાઈનની છેલ્લી જગ્યાએ એક મોટો “6000 રૂપિયાનો પંખો લગાવી દીધો.” જેથી જો સાબુનું પેકેટ ખાલી હોય તો તે ઉડી જશે અને ભરેલ હોય તો ફાઈનલ થઇ જાય.
તો જોયું, ગુજ્જુભાઈ અને તેમના જુગાડની આગળ દરેક દેશની ટેકનોલોજી ફેલ છે…😂😂😂😂
વધારે જોક્સ વાંચવા માટે અહીં ક્લીક કરો.