તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો
તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો
ગુજજુમિત્રો, આજે હું તમને આયુર્વેદની અમુક વ્યાવહારિક ટીપ્સ આપવા માગું છું. આ સૂચનોને સમજવા અને તેનું પાલન કરવું બહુ જ સરળ છે. તમે વૈદ્ય જોબન અને વૈદ્ય નેહાને ઓળખતા જ હશો. આ દંપત્તિ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને આયુર્વેદ ભણાવે છે. ચાલો તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો વાંચીએ અને આટલા વર્ષો ના તેમના અનુભવ અને જ્ઞાન નો સારતત્ત્વ જાણીએ. તેઓ કહે છે :
????ગુજરાતી ખોરાક તમારા માટે શ્રેષ્ઠ છે.. બેકરીફૂડ અને મેંદો બધી રીતે હાનીકારક છે. બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા એ ગુજરાતીઓ માટેનો ખોરાક નથી….!!
????દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી. અતિરેક એને ઝેર બનાવે છે.
????જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક લો….!
????ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે સલાડ પીરસે છે. એ તમારા પેટ માટે ઓવરલોડ છે. એ આમ નામનું ઝેર પેદા કરે છે.
જેનાથી તમારી સીસ્ટમ હેંગ થઇ શકે છે….!
????હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરો. દા.ત. કેરી ગીર કે વલસાડની છે જયારે સફરજન કાશ્મીરના..તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી જોજન દુર રહો….
????ડાયાબીટીસ હોઈ તો સફેદ ખાંડ ના ખવાય. પણ આખું ફળ ખાઈ શકાય. સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ….!
????બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. જે હૃદય ની નળીઓને પણ બ્લોકેજ બનતા રોકે છે. ડબલ રીફાઇન્ડ તેલ માં અમુક જોઈતા વિટામિન હોતા નથી. દાંત ને મજબુત રાખવા દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરો… વાંચો : તલનું તેલ શા માટે ખાવું જોઈએ? ધમનીઓ અને દાંત માટે ફાયદાકારક
????દૂધમાંથી દહીં, દહીં વલોવીને નીતારેલું માખણ અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગાયનું ઘી ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ. વાંચો : સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ!
????ઈડલી, પૌંઆ, ઉપમા,ચા ને ભાખરી, રોટલો વધુ સારા નાસ્તા છે…
????વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન કરો…!
????મકાઈ કે જવનો રોટલો વધુ સારો….!!
????જ્યાં સુધી તમારા દાંત સલામત છે, ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ. સીઝનલ ફ્રુટ ચાવીને ખાઓ….!!
????જુના રક્ત શાળી કે લાલ ચોખા શ્રેષ્ટ ચોખા છે.
????મગનું પાણી દુનિયાનું શ્રેષ્ઠ “ડીટોક્ષ” છે. બે કે ત્રણ મહીને એક શનિવાર ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે. તમે તમારી મોંઘી કારનું જીવની જેમ જતન કરો. અને સમયાંતરે સર્વીસ કરાવો છો. પણ તમારું જે અમૂલ્ય શરીર છે. એની સર્વિસ વરસમાં કેટલી વાર કરો છો ??
????જમી ને સો ડગલા ચાલો…!!
????કોઈ પણ શેમ્પૂ, હેર ક્રીમ, ટૂથપેસ્ટ અથવા જેલ “આયુર્વેદિક ” હોઈ જ ના શકે.
????ચ્યવન્પ્રાશ જેવા રસાયન સવારે જયારે જઠરાગ્ની તેજ હોય ત્યારે ખાલી પેટ લેવાય….
????સુર્યનમસ્કાર અને ૐ પ્રાણાયામ તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરશે… !!